Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાવજ ગામે માલધારીના નેહરે તુલસી વિવાહ યોજાયા

Share

માલધારી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં તુલસી વિવાહમાં જોડાયા

ભરૂચ

Advertisement

બેન્ડ બાજા લાઇટિંગ ડેકોરેશન અને આતાશ બાજી સાથે નીકળેલી ભગવાનની જાણ હલદરવા રામનગર થી નીકળી સાંજે 8:00 કલાકે ચાવજ ગામે પહોંચી હતી
ભરૂચ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનો ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ રેવાભાઇ બોળીયા ના ઘરેથી ભગવાન ની જાન જોડી ચાવજ મુકામે ભોજાભાઇ ધુધાભાઈ મેર ભરવાડ ના ઘરે જાન પોહચી હતી રામનગર હલદરવાથી બેન્ડવાજા સાથે હળદરવા રામનગર થી જાન નીકળી ચાવજ ગામે સાંજે 8:00 વાગે પોહચી હતી ત્યાર ભગવાનના સાંજે દસ કલાકે લગ્ન યોજાયાં હતાં ત્યારે આ તુલસી વિવાહમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો આ લગ્ન પ્રસંગમાં જોડાયા હતા શનિવારના રોજ રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ બોળીયા ના ઘરે ભગવાનની આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ અગિયારસના દિવસે રવિવારે ચાવજ ગામે ભગવાનની જાન બેન્ડબાજા આકાશ બાજી સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈ બહેનો રાસ ગરબે જોડાઈ ભગવાનની જાન રંગે ચંગે ચાવજ ગામે પહોંચી હતી જ્યાં ભગવાનના લગ્ન યોજાયા હતા આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈ બેઠો અને રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિ રહીયા હતાં


Share

Related posts

નર્મદાનાં કોરોનાનાં 9 દર્દીઓને સાજા કરનાર તબીબ ડો.મેંણાતનું લોકોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુરમાં ત્રણ વર્ષના બાળક પર શ્વાનોના હુમલામાં માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!