Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુક્શાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવાની માગ

Share

કરજણ શહેર, તાલુકા કોંગ્રેસ દ્વારા કરજણ પ્રાંત અધિકારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ….

કરજણ શહેર, તાલુકા કોંગ્રેસ દ્વારા હાલમાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકોને જે નુકસાન થયુ છે તે બાબતે સરકારને સંબોધી ખેડૂતોને રાહત પેકેજ આપવાની માગ સાથે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત ભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકશાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે એક બાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી 7 સીઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લેવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચુકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30 થી 35% રકમ પણ ખેડૂતોને ચુકવવામાં આવતી નથી હોવાના આક્ષેપ કર્યા હતા. ગયા વર્ષે 2024 ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 નો કમોસમી વરસાદનો માર, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિ ને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી આવનાર સિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી ત્યારે રાજ્ય સરકારે જેમ UPA સરકારે ખેડૂતોના 78000 કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે, 2020 થી ગુજરાતમાં પાકવીમા યોજના બંધ છે ને આખા ભારતમાં આ યોજના ચાલુ છે તો ગુજરાતમાં સરકારી પાકવિમા કંપનીઓ આધારિત પાકવિમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે, ખેડૂતોની મગફળીમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જ માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજ યુક્ત મગફળીની ટેકાના ભાવે 300 મણ ખરીદી કરવામાં આવે, ગુજરાતમાં સિયાળુ પાકના સમયે જ અત્યારથી રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ પિન્ટુ પટેલ, શહેર કોંગ્રેસ અધ્યક્ષ હર્ષદસિંહ ગોહિલ, હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

Advertisement

Share

Related posts

ભરૂચની એપલ હોટલના વગર પરવાનગીએ થતાં બે માળના બાંધકામને અટકાવતુ બૌડા…

ProudOfGujarat

યુવાન સાથે છેતરપીંડી ઓનલાઈન ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ યુવાન ના નામે કેડીટ લાઇન ની લોન લીધી

ProudOfGujarat

ગોધરા ખાતે સિંધી સમાજ દ્રારા કળશયાત્રા કાઢવામા આવી .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!