Proud of Gujarat
bharuchCrime & scandalEducationEntertainmentFashionFeaturedUncategorized

ભરૂચ લીંક રોડ પર રખડતા પશુઓનો આતંક — ગાયના હુમલાથી મહિલા ઈજાગ્રસ્ત

Share

રખડતા પશુઓની અવારનવાર ઘટનાઓ છતાં તંત્ર બેદરકાર — લોકોમાં ભારે રોષ
ભરૂચ
ભરૂચ શહેરના વ્યસ્ત લીંક રોડ પર રખડતા પશુઓના આતંકની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં પાલિકા સહિતના સંબંધિત તંત્રો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ લીંક રોડ પર એક ટુવિલર પર દંપતી જઈ રહ્યું હતું, ત્યારે અચાનક રખડતી ગાયે બાઈકને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પરથી મહિલા નીચે પડી ગઈ હતી. ત્યારબાદ ગાયે મહિલાને નિશાન બનાવી તેના પર ચડાઈ કરી હુમલો કર્યો હતો. આસપાસના લોકોએ દોડી જઈ ગાયને હટાવી, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.
આ સમગ્ર બનાવ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને તેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એ જ વિસ્તારમાં એક ગાયે વાહનચાલકને ઓર્ફેટે લઈ નીચે પાડી દીધો હતો.
લીંક રોડ વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવાને કારણે વાહનચાલકો અને ચાલતા લોકોને સતત ભયનું વાતાવરણ છે. પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે કોઈ કડક પગલાં ન લેવાતા હવે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અને તંત્ર સામે લોકરોષ ઉકળ્યો છે.

Share

Related posts

દાંડીયાત્રા નું કિશનાડ ગામે ભવ્ય સ્વાગત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આગ લાગવાની બે ઘટનાઓ સામે આવી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ProudOfGujarat

અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાના કારણે ગંભીર અકસ્માત કડકિયા કોલેજ પાસે ખાડામાં ટેમ્પો પલટી જતાં બાઈક સવાર ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!