Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે  ૩૦ દિવસીય કેમ્પ – ભરૂચમાં આજથી મેદસ્વિતા શિબિર -૨ નો આરંભ કરાયો

Share

ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા આહાર અને યોગાસન તેમજ પ્રાણાયમ થકી મેદસ્વિતા નિવારણ માટે અપાતું માર્ગદર્શન 

  ભરૂચ

Advertisement

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાનને અનુલક્ષીને ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર-૧ પછી  આજથી ભરૂચ શહેરમાં જીએનએફસી, માતરીયા તળાવ, વડદલા અને અંકલેશ્વર ખાતે સી.ઓ.પી. 7 ગાર્ડન, જીઆઈડીસી, ખાતે પણ ભરૂચ જિલ્લા કોડીનેટર બીનીતાબેન પ્રજાપતિના સાનિધ્યમાં યોજવામાં આવ્યો છે.

    આજથી આગામી ૧૦ મી ડીસેમ્બર ૨૦૨૫ સુધીની કેમ્પ ચાલશે. આ કેમ્પ દ્વારા લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા ઘટાડવા માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેના માર્ગદર્શન દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. તેમજ આ કેમ્પ દરમિયાન મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે વિવિધ એક્સપર્ટ ડોક્ટર તેમજ તજજ્ઞો દ્વારા મોટાપા નિવારણ માટે માહિતી પણ લોકોને અપાશે. 

     આ યોગ શિબિર જીએનએફસીમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે, માતરીયા તળાવ શક્તિનાથ ખાતે તેમજ વડદલા સાઈ આશિષ સોસાયટી ખાતે સવારે ૬ : ૩૦ થી ૮:00 વાગ્યા સુધી ૩૦ દિવસ માટે યોજવામાં આવશે.

ભરૂચ જિલ્લાને યોગમય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કેમ્પ દરમિયાન જિલ્લામા મહાનુભાવોએ ઉપસ્થિત રહી અને યોગ સાધકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. મેદસ્વિતા મુક્તિની શિબિરમાં ભરૂચ કોર્ડીનેટર બીનીતાબેન પ્રજાપતિની આગેવાની હેઠળ તેમજ સર્ટિફાઇડ યોગ ટ્રેનર અને એક્ટિવ ટ્રેનર દ્વારા શિબિરમાં વિવિધ આસનો દ્નારા યોગ સાધકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. ચારેય કેમ્પમાં ૨૫૦ થી વધારે જેટલા સાધકોએ ઉર્જાથી ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો.  


Share

Related posts

વલસાડમાં ટ્રેક પર ગાયની અડફેટે આવતા વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડયો.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈને કરે છે સલામ.

ProudOfGujarat

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!