Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇન્ટર્વ્યુ આપવા જતાં યુવાનનું ટ્રકની ટક્કરે મોત

Share

દહેજ સેઝ-01 ચોકડી પાસે અકસ્માત સર્જાયો
ભરૂચ.
ભરૂચ શહેરના ઝાડેશ્વર સાંઇ મંદિર સામે આવેલી જનકપુરી સોસાયટી – 02 ખાતે રહેતાં જય જયંતી વાળા તેમના રૂમમાં તેમના નાના ભાઇ જીત તેમજ વતનના આજુબાજુમાં રહેતાં મળી કુલ 4 લોકો ભાડેથી રહે છે. તેમનોનાનો ભાઇ દહેજ ખાતે આવેલી યુનિવર્સલ પેટ્રોકેમ કંપનીમાં નોકરી કરતો હતો. ગઇકાલે તેનો ઓફ હતો. અરસામાં તેનું દહેજ ખાતે આવેલી નૌસીલ કંપનીમાં ઇન્ટર્વ્યુ હોવાથી તેઓએ તેમના સાથે રૂમમાં રહેતાં મિત્રની બાઇક લઇને દહેજ જવા માટે નિકળ્યો હતો. જીત વાળા ભેંસલી ગામ પાસે પહોંચતાં તેણે તેમના ભાઇ જયને ફોન કરીને જણાવ્યું હતું કે, તે ભેંસલી ગામે પહોંચી ગયો છે. રસ્તામાં છે. કંપનીએ પહોંચીને રીંગ્ કરશે. જેના થોડા સમય બાદ તેમના ભાઇના મોબાઇલ ફોન પરથી અજાણ્યા શખ્સે તેમને ફોન કર્યોહતો તેણે જણાવ્યું હતું કે, દહેજ સેઝ-1 ચોકડી પાસે તેમના ભાઇની બાઇકને ડમ્પર ટ્રકે ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાયાં હતાં. દરમિયાનમાં ડમ્પરનું ટાયર તેમના માથાપરથી ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. બીજી તરફ દહેજ પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. તેમની ફરિયાદના આધારે દહેજ પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ટ્રકના ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

ગુજરાતમાં બાયોટેક સેક્ટરમાં એક જ દિવસમાં 2 હજાર કરોડના રોકાણો માટે 15 કંપનીઓએ MOU કર્યા

ProudOfGujarat

ભરૂચ GIDC માં વિદેશી દારૂ ભરી રીક્ષામાં જતાં બે બુટલેગર ઝડપાયા.

ProudOfGujarat

ગોધરા કોમર્સ કોલેજ એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પ્લાસ્ટિક મુકત કોલેજ અને યુનિવર્સિટીના નારા લગાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!