Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વરના ગોયા બજાર સ્થિત પીએમ હજારીવાલા સ્ટોર માંથી ગેરકાયદેસર અને ચેતવણી વગર ના ઇન્ટરનેશનલ win “King Size” સિગરેટ ના જથ્થા સાથે દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો.

Share

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ભરૂચ એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગોયા બજાર સ્થિત પીએમ હજારીવાલા સ્ટોરમાં ગેરકાયદેસર અને કેન્સર કે અન્ય બીમારીની ચેતવણી વગરના સિગરેટના જથ્થાને વેચાણથી સંગ્રહ કરેલ છે.જેવી બાતમીના આધારે રેડ કરતા દુકાનમાંથી ઈન્ટરનેશનલ win “King Size” સિગરેટના પેકેટ નંગ 50 જેની કુલ કિંમત રૂપિયા દસ હજારનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકે સિગરેટ તેમજ તમાકુ ઉત્પાદન અને વહેંચણી અને પૂરું પાડવા પરના પ્રતિબંધ અધિનિયમ: 2003 ની કલમ 7,8,9 અને ૨૦ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ આરંભી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો…

ProudOfGujarat

ભરૂચના અતિપ્રાચીન ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી.

ProudOfGujarat

રાજપથનું નામ બદલવા પર રાજકારણ ગરમાયુ, કોંગ્રેસ નેતાએ કર્યું સમર્થન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!