Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા શુકલતીર્થ મેળામાં કાનુની જાગૃતિ માટે પુસ્તિકાઓનું વિતરણ

Share

પવિત્ર શુકલતીર્થ મેળામાં કાનુની સલાહ અને સહાયમાટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો

ભરૂચ

Advertisement

ભરૂચ તાલુકાના પવિત્ર શુકલતીર્થ મેળામાં આવતા યાત્રાળુઓના લાભાર્થે તા.૦૩/૧૧/૨૦૨૫ થી તા. ૦૯/૧૧/૨૦૨૫ સુધી કાનુની સલાહ અને સહાય સ્ટોલશરૂ કરવામાં આવેલ હતો. ભરૂચ જિલ્લાના લોકો પોતાના કાનુની અધિકારો વિષે જાગૃત થાય તે ઉમદા હેતુથી આ સ્ટોલમાં ઉપસ્થિત પેરા લીગલ વોલેન્ટીયર્સ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓને પોતાના કાનુની અધિકારો વિષે સમજ આપી હતી તેમજ અલગ અલગ કાયદાઓની પુસ્તીકાઓનું વિતરણ કરવામાં આવેલ.

       મેળા દરમ્યાન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ દ્નારા શરૂ ક૨વામાં આવેલ આ ઝુંબેશનો મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો. કાનુની સલાહ અને સહાય માટે શરૂ ક૨વામાં આવેલ સ્ટોલની જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.પી. મોકાશી ઘ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમણે કાર્યક્રમના આયોજનમાં સહકાર આપના૨ તમામ લોકોનો આભાર વ્યકત કર્યા હતો. તેમ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વિશ્વ ટી.બી. દિન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ હાથ ધરાયો.

ProudOfGujarat

ભરૂચ મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા ખોટી દિશામાં ચાલતી હોવાના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી પર આક્ષેપ : ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત…

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રા દ્વારા વન વિસ્તારનાં ધાનપુર – ડુંગરવાંટ પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!