Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી : વડાપ્રધાનના હસ્તે રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

Share

રાષ્ટ્રીય સન્માન, સ્વાભિમાન અને સ્વરાજના રક્ષણ માટે જનજાતિ સમુદાય હરહંમેશ અગ્રિમ હરોળમાં ઉભો રહ્યો છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રીએ બિરસા મુંડાના વંશજ શ્રી સુખરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા

Advertisement

 

:-વડાપ્રધાન:-
* જનજાતિ યુવાનોને મહેનત, પરંપરા, કાબેલિયત વિરાસતમાં મળ્યા છે
* જનજાતિ સમાજની માટીની મહેંક, પરંપરા, પુરૂષાર્થ અને ભાવિ આકાંક્ષાઓને એકસૂત્રમાં જોડીને જનજાતીય ગૌરવને પુન: ઉજાગર કરવાનું બીડું અમારી સરકારે ઉઠાવ્યું છે
* ૨૦૧૪ પહેલા ભગવાન બિરસા મુંડા અને તેમના યોગદાનને ભૂલાવી દેવામાં આવ્યા: આ સરકારે આ જનજાતિ જનનાયકોને ઉચિત સન્માન અપાવ્યું
* સિકલસેલ રોગનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન છેડ્યું છે: આજ સુધીમાં દેશના છ કરોડ જનજાતિ નાગરિકોનું સિકલસેલ હેલ્થ સ્ક્રીનીંગ પૂર્ણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય અને ગૌરવભરી ઉજવણીમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ ભાવવંદના કરતાં જણાવ્યું હતું કે, દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વરાજના રક્ષણ માટે જનજાતિ સમુદાય હરહંમેશ અગ્રિમ હરોળમાં ઉભો રહ્યો છે.

આઝાદીની લડાઈ, જળ, જંગલ અને જમીનના અધિકારોની રક્ષા તેમજ જનજાતિ સંસ્કૃતિના જતન માટે જન-જનમાં ચેતના પ્રગટાવનાર ધરતી આબા ભગવાન બિરસા મુંડા તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે તેમ વડાપ્રધાને ઉમેર્યુ હતું.

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને યાદગાર બનાવવા અને જનજાતિય નાયકોના શૌર્ય તથા અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં ૨૦૨૫નું વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે.

વડાપ્રધાને  કુલ રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. વડાપ્રધાને ગુજરાતના જનજાતિ સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ.૨૦૦૦ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાનું પણ લોન્ચિંગ કર્યું હતું.

વડાપ્રધાને સાતપુડાની ગિરિમાળામાં આવેલા દેવમોગરા ધામમાં જનજાતિઓના આરાધ્ય યાહા મોગી પાંડોરી માતાના દર્શન અને પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.

પી.એમ. જનમન યોજના હેઠળ અતિ પછાત જનજાતિઓ માટે રૂ. ૨૪,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દેશના ૬૦,૦૦૦ જેટલા ગામડાઓ પી.એમ. જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ યોજનાકીય લાભ મેળવી રહ્યા છે. અમારી સરકારે અતિ પછાત જનજાતિ જિલ્લાઓની આકાંક્ષી જિલ્લાઓ તરીકે ઓળખ કરીને વધુ બજેટની ફાળવણીથી સર્વાંગી વિકાસ તરફ પ્રેરિત કર્યા છે તેમ પણ વડાપ્રધાને જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે, વન ઉપજની સંખ્યા ૨૦ સ્થાને વધારીને ૧૦૦ કરવામાં આવી છે, ઉપરાંત વન ઉપજ પરની એમ.એસ.પી. પણ વધારી છે અને જનજાતિ વિકાસના માર્ગમાં આવતી બાધાઓ નિવારવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને સતત કર્તવ્યરત છે.

જનજાતિ સમુદાયમાં જ જોવા મળતા જોખમી સિકલસેલ રોગનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન આદર્યુ છે, ઉપરાંત જનજાતિ વિસ્તારોમાં ડિસ્પેન્સરી- દવાખાનાઓ, આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવી છે. પરિણામે આજ સુધીમાં દેશના છ કરોડ જનજાતિ નાગરિકોનું હેલ્થ સ્ક્રીનીંગ થઈ ચૂક્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે, જનજાતિઓના ઈતિહાસ, કલા, સંસ્કૃતિ, પ્રાચીન ભાષાને પુન: જીવંત કરવા માટે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સીટીમાં શ્રી ગોવિંદ ગુરુ ચેર જનજાતિ ભાષા પ્રમોશન સેન્ટરની પણ સ્થાપના કરી છે, જ્યાં ભીલ, ગામીત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ, રાઠવા, નાયક, દબલા, ચૌધરી, કોંકણા, કુંભી, વારલી, ઢોડિયા વગેરે જેવી તમામ જાતિઓની બોલીઓનો અભ્યાસ કરવામાં આવશે. જેમાં જનજાતિ ગાથાઓ, લોકકાવ્યો, લોકવાર્તાઓ અને પ્રાચીન ગીતોનો સંગ્રહ અને સંવર્ધન કરવામાં આવશે એમ જણાવી હજારો વર્ષોથી જનજાતિ કલા અને સંસ્કૃતિનું ગૌરવગાન થાય અને ભારતીય ચેતનાનો અભિન્ન હિસ્સો બનાવવાના સરકારના પ્રયાસોની છણાવટ કરી હતી.

વડાપ્રધાને જનજાતિ વિસ્તારોમાં ભૂતકાળની વિકટ સ્થિતિની સ્મૃતિ તાજી કરતા કહ્યું કે, બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના જનજાતિ પટ્ટામાં એક પણ સાયન્સ કોલેજ ન હતી, જ્યારે છેલ્લા બે દશકમાં બે ડઝન સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ કાર્યરત થઈ છે. આ વિસ્તારમાં શિક્ષણ, સુવિધાઓ, યોજનાઓ અને આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે.

 


Share

Related posts

ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમા સામાન્ય સભામાં રાશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

ProudOfGujarat

નવસારી ના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ અસરગ્રસ્તો ની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!