Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૫: કલેક્ટરે બૂથોનું નિરીક્ષણ કર્યું 

Share

જિલ્લામાં આગામી ૨૨ અને ૨૩નવેમ્બરે વિશેષ કેમ્પમાં  મતદાન મથકો પર BLO હાજર રહેશે
15-16 નવેમ્બરે સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વિશેષ કેમ્પો યોજાયાં
ભરૂચ
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision Programme)  અન્વયે હાલમાં ગણતરી તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે. જે કાર્ય સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદાન મથકો પર તા. ૧૫ મી નવેમ્બર અને ૧૬ મી નવેમ્બર ૨૦૨૫ રોજ સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વિશેષ કેમ્પો યોજવામાં આવ્યા હતા.
           મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ- 2026 અંતર્ગત – ૧૫૩ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ભરુચ વિધાનસભામાં સમાવિષ્ટ બૂથ નંબર ૬૫,૬૬ અને બુથ નં-૭૮ ,ભરૂચ-૨૪ ઈકરા એજ્યુ સંકુલ રૂબરૂ મુલાકાત લઈ, BLO દ્વારા કરવામાં આવતી SIR-2026ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં  ERO અને AERO એ પણ જૂદા – જુદાં બૂથની વિઝિટ કરી હતી. આ કેમ્પમાં ખાસ સધન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ ની માહિતી આપવામાં આવી હતી. અને મતદારોએ ભરવાના થતા ગણતરી ફોર્મ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ મતદારોના પ્રશ્નો સાંભળી તેનું યોગ્ય માર્ગદર્શન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
        નોંધનીય છે કે, ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.૪ નવે. થી ૪ ડિસે.- ૨૦૨૫ દરમિયાન મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બી.એલ.ઓ. દ્વારા ડોર ટુ ડોર જઇ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના શનિવાર  અને રવિવાર ખાસ કેમ્પ યોજાયા હતા.જેમાં ભરૂચ જિલ્લાના તમામ બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે ૦૯.૦૦ કલાકથી બપોરે ૦૧.૦૦ કલાક સુધી હાજર રહ્યા હતા.
    મતદારો મતદાન મથકની મુલાકાત લઇ બુથ પર હાજર રહેલ બી.એલ.ઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. આગામી  દિવસોમાં તા.૨૨/૧૧/૨૫(શનિવાર) અને તા.૨૩/૧૧/૨૦૨૫(રવિવાર)ના રોજ પણ વિશેષ કેમ્પમાં મતદાન મથકો પર બીએલઓ હાજર રહશે ત્યારે મતદારોને નામ ચકાસણી તથા ગણતરી ફોર્મ જમા કરવા સહિતની બાબતે યોજાનાર વિશેષ કેમ્પનો  લાભ લેવા   જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા અપીલ કરવામાં આવી છે.

Share

Related posts

અમદાવાદ : નોકરીયાત અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણી પહેલા જ ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ શરૂ, વાગરા તાલુકામાં એક બાદ એક પડયા રાજીનામા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં દઢાલ ગામે જુગાર રમતાં પાંચ ઇસમોને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!