Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓનલાઈન ટ્રેડિંગમાં સારું કમિશનની લાલચમાં અંક્લેશ્વરના યુવાને ૪૯.૭૪ લાખ ગુમાવ્યા

Share

સોશિયલ મિડીયામાં પહેલાં રીલ્સ લાઈક કરી રુપિયા કમાવવાની લાલચ આપી, બાદમાં ટ્રેડિંગમાં ફસાવ્યો

। ભરૂચ ।

Advertisement

ભરૂચના અંકલેશ્વર ખાતે કાપોદરા પાટિયા પાસેની અંબે વેલી સોસાયટીમાં રહેતાં ધરમવીર વિજયબહાદુર સિંધ પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાં પ્રોડકશન વિભાગમાં કામ કર છે.  દરમિયાનમાં તેમના મોબાઈલમાં ટેલીગ્રામ એકાઉન્ટ પર ઐશ્વર્યા નામની યુવતીએ તમની સાથે સંપર્ક કર્યો હતો. તેણે ઘરે બેઠાં બેઠાં બેઠાં ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરી કમિશન કમાવવા લાલચ આપી હતી.

જે માટે તેમને પહેલાં એક એકાઉન્ટ ખોલવું પડશે તેમ કહેતાં તેમણે પોતાનુ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે બાદ તેમણે અલગ અલગ રીલ્સ જોઈ લાઈક કરી તેના બદલામાં રૂપિયા મળતાં હતાં.જેનેકારણે તેમને તેમના પર વિશ્વાસ થતાં તેમણે તેમના કહેવા મુજબના અલગ અલગ રીતે તેમની પાસેથી કુલ ૪૧ જેટલાં ટ્રાન્ઝેકશન થકી કુલ ૪૯.૮૯ લાખ રુપિયા તેમને ટ્રાન્સફર કરાવ્યાં હતાં. દરમિયાનમાં ગત ૧ નવેમ્બર તેમના જમા થયેલાં રુપિયા વિડ્રોવલ કરવાના હોય તો તે માટે કુલ ૨.૯૦ લાખ ટેક્ષ પેટે જમા કરાવવા પડશે. જેથી તેમને સતત તેમની પાસેથી રૂપિયાની માંગણી થઈ રહી હોવાથી તેમની સાથે સાયબર ક્રાઈમ થયો હોવાની શંકા થઈ હતી. જેના પગલે આખરે તેમને ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લઈ રૂપિયા જમા કર્યા હતા

સારા વળતરની લાલચમાં ધરમવીરે તેની માતાની ૧૫ લાખની એફડી તોડાવી હતી. ઉપરાંત પોતાના નામે ૭.૬૦ લાખની તેમજ ૧૨ લાખની એમ બે પર્સનલ લોન લીધી હતી. ઉપરાંત તેમના મિત્રો પાસેથી પણ અલગ અલગ બહાના કરીને ઉછીના રુપિયા લીધાં હતાં. જોકે, આખરે તેની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.
૫૦ લાખ ગયાં તેની સામે માત્ર ૧૫ હજાર પરત આવ્યા

ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીએ તેમને ભોળવવા માટે એક ઓનલાઈન ટાસ્ક થાય તેની સામે સામાન્ય ૧૦૦-૧૨૦ અપિયા કરીને થોડા રુપિયા આપતાં હતાં. થોડા સમય બાદ કોઈને કોઈ બહાને તેમને તમને એક સાથે રુપિયા મળશે તેમ કહી ભોળવ્યાં હતાં. જોકે, અત્યાર સુધીમાં તેમના અને તેમની પત્નીના ખાતામાં ટાસ્ક પ્રોફિટના કુલ ૧૫ હજાર જ જમા થયાં હતાં.

 


Share

Related posts

માહીતી અધિકાર હેઠળ માહિતી ન અપાતા જંબુસર નગર પાલિકાનાં મુખ્ય અધિકારીને રૂ. 25,000 નો દંડ કરવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે ઓમ સાંઈ યોગા ગ્રુપ દ્વારા અંકલેશ્વર વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ની આમલખાડી માં મગર દેખાતા આસપાસ ના લોકો માં ભય નો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!