મોબાઈલ વેચ્યા તો ઈસમ દીકરીના ફોટો જોડે ન્યૂડ ફોટો મૂકી વાયરલ કરી દીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુના ફોન ના તમામ આઈ.ડી. તેમજ જી.મેઈલ એકાઉન્ટ હેક કરી તૂટેલી ડિસ્પ્લે ના 15 હજાર રૂપિયા માંગ્યા હતા. રૂપિયા ના આપ્યા તો અભદ્ર ફોટો બનાવી પરિવાર ના સભ્યો અને મિત્ર મંડળ ના વાયરલ કરી દીધા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી માં રહેતા અને ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષક નો જૂનો ફોન વેચાણ કર્યો હતો. જે ફોન માંથી શિક્ષક ના તમામ આઈ.ડી. તેમજ જી.મેઈલ એકાઉન્ટ હેક કરી ફોન ની ડિસ્પ્લે તૂટેલી છે જણાવી 15000 રૂપિયા ની માંગણી કરી હતી જે રૂપિયા શિક્ષકે ના આપતા તેમના માટે આ આફતરૂપ બની હતી.પરીક્ષિત સિંધ ( ટીચર ) તેમની દીકરી ના ફોટો જોડે ન્યૂડ અભદ્ર ફોટો જોડીને તેમની જ દીકરી ના મોબાઈલ પર તેમજ પરિવાર નજીકના મિત્રો ના મોબાઈલ ફોન પર વોટ્સએપ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. જે અંગે ટ્યૂશન શિક્ષક દ્વારા અંતે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે પોતાના જુના ફોન વેચતા પૂર્વે તેમાં રહેલા દેતા ડીલીટ કરવા સાથે ફોન રિબુટ કરવો જરૂરી બન્યો છે. નહિ તો તેનો અન્ય ગેર લાભ ઉઠાવી શકે છે. તેઓ આ કિસ્સો ચોંકાવનાર બન્યો છે. જેને લઇ સભ્ય સમાજ માં દીકરી ના બદનામી થી શિક્ષક પિતા પણ ચિંતિત બની ઉઠ્યા છે.
શખ્સે વેચેલાં મોબાઇલમાંથી તેની પુત્રીનો ફોટો મેળવી તેને અશ્લિલ બનાવી વાયરલ કર્યો
Advertisement
