અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ-સુરત લેનમાં કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા.આ ટ્રાફિકજામ અંકલેશ્વરના મોતાલી પાટીયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી જોવા મળ્યો હતોનેશનલ હાઇવે નંબર 48 પરના ઓવરબ્રિજ સાંકડા હોવાને કારણે વાહનોની ગતિ ધીમી પડે છે. આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિકજામ થાય છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થોડા સમય પૂર્વે આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના આમલાખાડી ઓવરબ્રિજ અને અમરાવતી ખાડી પરના ઓવરબ્રિજ સાંકડા હોવાનું જણાયું હતું. આગામી સમયમાં આ બંને બ્રિજને પહોળા કરવાની વિચારણા ચાલી રહી છે.
Advertisement
