Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોઠિયા-સડથલા ગામ વચ્ચે ઇકો પલટી જતાં પતિનું મોત, પત્ની બે સંતાન ઘાયલ

Share

ભરૂચ.
વાગરાના રહાડ ગામે નવીનગરી ખાતે રહેતાં સરોજ રમેશ રાઠોડ તેમજ તેના પતિ બન્ને બાળકો તેમની ઇકો કારમાં સડથલા ગામે તેમના પિયરે જવા માટે નિકળ્યાં હતાં. તેમના પતિ રમેશ દશરથ રાઠોડ કાર ચલાવતાં હતાં બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે તેઓ કોઠિયા અને સડથલા ગામ વચ્ચે પહોંચતા ત્યાંથી પસાર થતી વેળાં તેમના પતિ રમેશે કોઇ કારણસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં તેમની કાર રોડ પર બે પલટી મારી રોડની સાઇડમાં ઉંધી પડી ગઇ હતી. અકસ્માતમાં તેમનાપતિને ગંભીર ઇજા થતાં બેભાન થઇ ગયાં હતાં. જ્યારે સરોજબેન તેમજ તેમના સંતાનોને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. તેમણે યેનકેન પ્રકારે તેમણે તેમના ભાઇ તેમજ સાસુ-સસરાને ફોન કરી જાણ કરતાં તેઓ થોડીવારમાં ત્યાં આવી પહોંચ્યાં હતાં. તેમણે 108ની મદદથી તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તેમના પતિને તબીબે મૃત જાહેર કર્યાં હતાં. બનાવ સંદર્ભે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

રાજપીપલા રંગનગર સોસાયટીમા ઘરે ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા બે દુધવાળાને પોલીસે માસ્ક વગર રંગે હાથે પકડયા.

ProudOfGujarat

અંકલેશ્વર નીરવ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાઓમાં નોટબુકનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દાંત રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!