Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસીની શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાનનો આપઘાત

Share

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાને આપઘાત કરી લીધો છે. ઉદ્યોગ મંડળ ની ઓફિસ નજીક આવેલી કંપનીમાં દિલાસાદ અલી નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટના અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્રીરામ મેટલ કંપનીમાં એક યુવાને આપઘાત કરી લીધો છે. કંપની ના કામદાર દિલાસાદ અલી નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. અન્ય કામદારોને આ અંગે જાણ થતાં તેમને તાત્કાલિક કંપની સત્તાધીશોને જાણ કરી હતી. તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો. યુવકનો આપઘાત પાછળ નું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ કંપની માં જ યુવકે કરેલા આપઘાત ને લઇ અનેક સવાલ ઉભા થવા સાથે ચર્ચા નો વિષય બન્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં થવા આશ્રમ શાળાનાં કબડ્ડીનાં બે ખેલાડીની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ.

ProudOfGujarat

ગોધરાના ભામૈયા સ્થિત ત્રીમંદિર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને તલાટી કમમંત્રી આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૨૩ જૂનથી ૩ જુલાઇ સુધી ધો.૧૦-૧૨ પૂરક પરીક્ષા યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!