Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંદાડાના ખોડિયાર નગરમાં બંધ મકાનમાં તસ્કરોનો 1.52 લાખનો હાથફેરો

Share

અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામની ખોડિયાર નગર માં તસ્કરો એ એક બંધ મકાન ને નિશાન બનાવી રૂ.1.52 લાખ ના સોના ચાંદી ના ઘરેણાં અને રોકડ રકમ ની ચોરી જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે .

અંકલેશ્વર ના અંદાડા ગામ ની ખોડિયાર નગર માં મકાન નંબર એ/38 માં રહેતા આશુતોષ પાંડે ગત તારીખ 29 નવેમ્બર ના રોજ મોડી સાંજે મકાન અમદાવાદ ખાતે બહેન ના ઘરે ગયા હતા તે દરમ્યાન તસ્કરો એ તેમના બંધ મકાન ને નિશાન બનાવી દરવાજા ની કુંડી તોડી મકાન માં પ્રવેશ કર્યો હતો ,તસ્કરો એ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 2 હજાર અને સોના ચાંદી ના ઘરેણાં ની ચોરી કરી ગયા હતા ,તેઓ ગત તારીખ 1 ડિસેમ્બર ના રોજ અમદાવાદ થી પરત ફરી રહ્યા હતા .તે દરમ્યાન પાડોશીઓ એ ચોરી અંગે ની જાણ કરી હતી ,આશુતોષ પાંડે ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોના નું મંગળસૂત્ર અને ચાંદી ના દાગીના ગાયબ હતા ,તેઓએ ચોરી અંગે બી ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો આશુતોષ પાંડે એ બી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 1 લાખ 50 હજાર ના સોનાચાંદી ના દાગીના અને રોકડા રૂપિયા 2 હજાર ની ચોરી નો ગુનો નોંધી તસ્કરો નું પગેરું મેળવવા ની કવાયત હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ઓલમાઈટી મોશન પિક્ચર દ્વારા ટાટાને શ્રદ્ધાંજલિ, નસીરુદ્દીન શાહનો ફર્સ્ટ લુક

ProudOfGujarat

ભરૂચ : વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે લોકો જાગૃત બન્યા સાથે જિલ્લામાં કેટલું વેકસીનેશન થયું…જાણો.

ProudOfGujarat

મોરવા હડફની ચૂંટણીમાં શિક્ષકોને વીમા કવચ સહિતની સુવિધા પુરી પાડવાની શિક્ષણ સંઘની માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!