Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ- ૦૨ નું આજરોજ સમાપન કરાવ્યું

Share

 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ભરૂચ ખાતે એક મહિનો મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ- ૦૨ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન આજરોજ કરવામાં આવ્યું. આ રિઝલ્ટ ઓરીએન્ટેડ કેમ્પથી ઘણાબધા સાધકોના વજન બે થી લઈ ને નવ કિલો સુધી ના ઓછા થયા, નાનીમોટી ઘણી તકલીફો, રોગો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળી. આવા કેમ્પનું આયોજન રેગ્યુલર થતું રહે અને સૌ નિરોગી બને તેવી ભરૂચ ના યોગ કોચ અને સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ને વિનમ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગોસ્વામી એ ઉપસ્થિત રહી યોગ નું જીવન માં મહત્વ અને પંચવર્તન વિશે ઉદબોધન આપ્યું હતુ અને સાર્થક ફાઉન્ડેશન ના સ્થાપક હેતલભાઈ શાહે યોગ અને જીવદયા અંગેનું વક્તવ્ય રજૂ કર્યુ હતું. યોગ ટ્રેનર હેમાબેન પટેલ દ્વારા જલનેતી અને નેત્રશુદ્ધિ ની ક્રિયાઓ યોગ સાધકોને શીખવી હતી.આ પ્રસંગે સંચાલક પ્રકાશભાઈ પટેલ, સહસંચાલક પ્રિતીબેન સોલંકી અને અંજલિબેન ડોગરા, સહયોગી ટીમમાંથી યોગ ટ્રેનર ઉર્વીબેન ચુડાસમા, વંદનાબેન પાટીલ હાજર રહ્યા હતા. સમગ્ર કેમ્પ દરમિયાન ઝોન કોર્ડિનેટર પારૂલબેન પટેલ અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ઝંખવાવનાં સેવાભાવી મુસ્તાકભાઇ મુલતાની (4 સ્લીપ મેટ્રેસ )તરફથી અઠવાડિયામાં બે વાર જાહેર સ્થળોને સૅનેટાઇઝેશન કરાશે.

ProudOfGujarat

જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓના રિહર્સલ અને નિદર્શન કાર્યક્રમમાં નશામુક્ત ભારત અંગેના શપથ લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!