Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના માચ ગામે શખ્સના વાડામાંથી ગાંજાના ૬ છોડ મળ્યાં, ૧૧ લાખનો જથ્થો જપ્ત કર્યો

Share

પરીક્રમાવાસી સાધુ પાસેથી પીવા લીધેલાં ગાંજાના બી વાવતાં છોડ ઉગી નિકળ્યાં
ભરૂચ
ભરૂચ તાલુકામાં આવેલાં માંચ ગામે જુના ભીલવાડા વિસ્તારમાં રહેતાં એક શખ્સે તેના ઝૂંપડાંના વાડામાં ગેરકાયદે રીતે ગાંજાના દ છોડનું વાવેતર કર્યું હતું. ભરૂચ એસઓજીની ટીમે દરોડો પાડી મુળિયા સહિતનો ૨૨.૪૦૦ કિલો વજનનો કુલ ૧૧.૨૦ લાખની મત્તાનો ગાંજો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસઓજીના પીઆઈ એ. વી. પાણમીયા તેમજ પીઆઈ એ. એચ. છૈથા અને તેમની ટીમ નો ડ્રગ્સ ઈન ભરુચ ઝુંબેશ હેઠળ કામગીરીમાં જોતરાઈ હતી. તે વેળાં એએસઆઈ રાજેન્દ્ર નાથાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચ તાલુકાના અને નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલાં માંચ ગામે ભીલવાડા વિસ્તારમાં રહેતો ૭૧ વર્ષીય વૃદ્ધ જીવણ ઈશ્વર વસાવાએ તેના ઘરના વાડામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. જેના પગલે એસઓજીની ટીમે દરોડો પાડી સ્થળ પર તપાસ કરતાં જીવણ વસાવાના ઝૂંપડાની પાછળ બકરા બાંધવાના રુમની પાછળના વાડામાં ગાંજાના ૬ લીલા છોડ જણાઈ આવ્યાં હતાં. ટીમે તમામ ૬ છોડને મુળિયા સહિત બહાર કાઢી તેની માટી સહિતનો કચરો દૂર કરી તેનું વજન કરાવતાં કુલ ૨૨.૪૦૦ કિલો ગાંજાનો કુલ મુદ્દામાલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. જેના પગલે ટીમે આરોપી જીવણ ઈશ્વર પટેલને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. ટીમે કુલ ૧૧.૨૦ લાખની મત્તાનો ગાંજાનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક પુછપરછમાં તેમણે કબુલાત કરી હતી કે, એક મહિના પહેલાં તેઓ એક પરિક્રમાવાસીના સંપર્કમાં આવ્યાં હતાં. તેમણે તેની પાસેથી પીવા માટે ગાંજો માંગતાં તે પરિક્રમાવાસીએ તેમને ગાંજાના છોડનો ભુકો આપ્યો હતો. જેની સફાઈ કરતાં તેમાંથી ગાંજાના બીજ મળતાં તે બીજ તેમણે વાડામાં વાવી દીધાં હતાં. જે બાદ તે ઉગી નિકળ્યાં હતાં.

Share

Related posts

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા 6 DySP ની બદલી કરાઈ

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનાં જુગારનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

અંકલેશ્વર:રામકુંડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!