Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાંધલનો વિદાય સમારંભ યોજાયો

Share

ગાંધીનગર ખાતે રાજ્યમંત્રીશ્રીના અંગત સચિવ તરીકે નવી જવાબદારી સોંપાઈ

 ભરૂચ

Advertisement

 

ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલની રાજ્ય સરકાર દ્વારા બદલી થતાં, ગતરોજ કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ  એન.આર. ધાંધલના જિલ્લામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને તેમની નવી નિમણૂક માટે શુભકામનાઓ પાઠવી હતી.  સમારંભમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરઓ, મામલતદારઓ તથા જિલ્લા સેવાસદનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને સ્મરણિય અને સન્માનસભર વિદાય આપી હતી.

 ભરૂચ જિલ્લામાં ત્રણ વર્ષના સેવાકાળ દરમિયાન તેઓએ નોંધપાત્ર કામગીરી કરી હતી.  એન.આર. ધાંધલની તા. ૧૭/૦૮/૨૦૨૨ના રોજ ભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લામાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતા તેમણે અનેક વિકાસ કાર્યોને પ્રોત્સાહિત કર્યા. હોદ્દાની રૂએ બૌડાના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની ફરજ બજાવતા તેમણે ભરૂચ શહેર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું સુચારુ આયોજન અને અમલીકરણ કર્યું હતું, જેને કારણે શહેરને ગુણાત્મક વિકાસની દિશામાં આગળ વધારવામાં મદદ મળી હતી.

 એન.આર. ધાંધલ તા. ૦૯/૧૨/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લામાંથી વિદાય લઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી  દર્શનાબેન વાઘેલાના કાર્યાલયમાં અંગત સચિવ તરીકે નવી જવાબદારી સંભાળશે. જિલ્લા વહીવટીતંત્ર, અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની નવી ભૂમિકામાં સફળતા પ્રાપ્તિ માટે શુભકામનાઓ પાઠવી હતી.


Share

Related posts

ઝઘડીયા આવેલી ગાંધી સંકલ્પ યાત્રા ના સ્વાગત અને વિદાયમાન ના કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

મહીસાગર જીલ્લા કક્ષાનો પશુ આરોગ્ય મેળો યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર નિલેષ ચોકડી ખાતેના ઓવર બ્રિજ નીચે થી અજાણ્યા ઈશમ નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!