Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ મનરેગા કૌભાંડ: હિરા જોટવાના જામીન રદ કરતો સેસન્સ જજનો હૂકમ

Share

એફઆઈઆરના ગ્રાઉન્ડ પર ચીફ કોર્ટે તેમજ સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજીઓ નામંજૂર કરી

ગુનાની ગંભીરતા, પ્રાઈમાફેસી કેસ, આરોપીનું સ્ટેટસ ધ્યાને લીધા વિના જામીન અપાયાં હતાં

Advertisement

।ભરૂચ !

ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં હિરા જોટવાના જામીન મંજુર થયાં હતાં. જોકે, તેની સામે વાંધો ઉઠાવવામાં આવતાં તપાસ અધિકારીના નિવેદનો તેમજ સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો તેમજ અન્ય કેસોના ચૂકાદાઓ રજૂ કરવામાં આવતાં હિરા જોટવાના જામીન નામંજૂર કરવાનો હુકમ ભરૂચના પાંચમાં એડિશનલ સેસનસ જજે કર્યો છે. ઉપરાંત આરોપી હિરા જોટવાને શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કરવામાં આવતાં મનરેગા કૌભાંડનું ભુત પુનઃ ધૂણ્યુ છે.

ભરૂચ જિલ્લાના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલાં જુનાગઢના હિરા જોટવાના ગત ૨૪મી સપ્ટેમ્બરના રોજ જામીન મંજૂર થયાં હતાં. ત્યારે તેને લઈને ભારે ચર્ચાઓને વેગ મળ્યો હતો. ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે તેમના જામીન અરજી મંજૂર કરી હતી. જેની સામે તપાસ અધિકારીએ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરવા માટે ઘા કર્યા હતાં. ભરૂચના પાંચમાં એડિશન સેસન્સ જજની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં અદાલતે બન્ને પગલની દલીલોને ગ્રાહ્ય રાખી નોંધ્યુ હતું કે, ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગત ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આરોપી હિરા જોટવાને શરતોને આધિન જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. તે હુકમ ગુનાની ગંભીરતા, પ્રાઈમાફેસી કેસ, આરોપીનું સ્ટેટસ ધ્યાને લઈ સાહેદોને લોભ લાલચ આપી તોડવા ફોડવાની શકયાતા તેમજ મટીરીયલ ફેંકટસ તથા સમાજ પર પડનાર અસરને ધ્યાને લીધાં વીના કરવામાં આવ્યો છે. તેવું પ્રાથમિક દ્રષ્ટીએ સ્પષ્ટ થાય છે. વધુમાં તેમણે ટાંકયું હતું કે, એફઆઈઆરના સાઉન્ડ પર ચીક કોર્ટે તેમજ સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજીઓ નામંજુર કરી છે. તેમજ આરોપીઓ હાઈકોર્ટમાંથી પણ જામીન અરજી વિડ્રો કરી છે. એટલે હાઈકોર્ટે પણ આરોપીને જામીન આપ્યા નથી. ત્યારે માત્ર ચાજશીટ રજૂ થયાં બાદ કયા પ્રકારના બદબાયેલાં સંજોગો છે. તે અંગેના પુરતા કારણો આપ્યા વિના ડિસ્ક્રીશનરી પાવરનો ન્યાયીક રીતે ઉપયોગ નહીં કરીને આરોપી હિરા જોટવાનો જામીન પર મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો હોઈ બીએનએસએસની કલમ ૪૮૩(૩) મુજબ તે હુકમ રદ કરી આરોપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં લેવાનો ન્યાયોચીત હોઈ કોર્ટે હુકમ કર્યો હતો કે, હિરા જોટવાના મંજૂર થયેલાં જામીન રદ કરવામાં આવે. ઉપરાંત હિરા જોટવાને ભરૂચના ચીક જયુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સરેન્ડર થવા તેમજ ૧૩મી ડિસેમ્બરના સવારના ૧૧ વાગ્યા પહેલાં જો તે સરેન્ડર ન થાય તો તેમને જ્યુડીશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કોર્ટે કર્યો છે.


Share

Related posts

ઝઘડીયાનાં રાજપારડી ગામે કોતરડીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર.

ProudOfGujarat

હાસોટ ના સાહોલ પાસે 2 બાઈક અને કાર વચ્ચે અકસ્માત. . પતિ પત્ની ના મોત. 2 ને ઇજા..

ProudOfGujarat

ભરૂચ બીજા દિવસે પણ ₹1.33 લાખના ઇ-સિગરેટના જથ્થા સાથે બે ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!