Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉછીના રૂપિયા પરત માંગનારને શખ્સે છરાના હાથાથી માર મારતાં ઇજા

Share

ભરૂચના જંબુસર બાયપાસ બ્રિજ પાસેની ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં વ્હાલુ ગામે નવીવસાહત બાપુસ્ટ્રીટ ખાતે રહેતાં અજીમ ઐયુબ બક્સ વાહનોનો લે-વેચનો ધંધો કરે છે.ગઇકાલે તેનો પુત્ર બિમાર હોઇ તેને પોતાની કારમાં બેસાડી જંબુસર બાયપાસ પાસેની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયાં હતાં. જે બાદ તેઓ જંબુસર બાયપાસ બ્રીજ પાસે દહેજ તરફ જવાના રસ્તા પર ઉભા હતાં. અરસામાં અંકલેશ્વરનો મુબારક મન્સુરી તેની  કાર લઇને આવતો હોઇ તેમણે તેને કાર ઉભી રખાવી હતી. તેણે મુબારકને જણાવ્યું હતું કે, તેણે જે દોઢ લાખ રૂપિયા આપ્યાં હતાં. તે રૂપિયા પરત આપ નહીં તો તારી પાસે તે મોપેડ અને કાર છે તે મારી પાસે જમા કરાવી દે અને તેની ઓરિજનલ આરસી બુક પણ મને આપી દે. જેના પગલે તેમની વચ્ચે ઉગ્રબોલાચાલી થતાં મુબારક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે કારમાંથી હાથમાં છરો લઇને તેની પાસે દોડી આવ્યો હતો. જે બાદ છરાનો ઉંધો હાથાવાળા ભાગથી તેના મોઢા પર તેમજ શરીરના અન્ય ભાગે મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. અરસામાં લોકો દોડી આવતાં તેને મારથી છોડાવ્યો હતો. ઘટનાને પગલે તેણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

રાજ્યની નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ નગર સહિત પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાય દ્વારા શબે મેરાજ પર્વની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

ભરૂચ : વાગરા વિધાનસભા બેઠક પર આપ માં ભડકો, ઉમેદવાર તરીકે જયરાજ સિંહનું નામ જાહેર થતા કાર્યકરોએ ખેસ અને ટોપીની હોળી કરી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!