Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રેનિંગ વિના જ ૨૯ હજારમાં તાલીમ લીધાનું સર્ટી આપનાર સિક્યુરિટી સર્વિસ ઈન્સ્ટીટ્યુટ સામે ફરિયાદ

Share

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મામલાની તપાસ શરૂ
। ભરૂચ ।
ભરૂચમાં આઘ્યા સિકયુરિટી સર્વિસ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટના માલિક જશવંતસિંહ નયોળિયાએ ૨૯ હજારની લાંચ લઈ તાલિમ મેળવ્યા સિવાય જ દ્વારકાધિશ સિક્યુરિટી સર્વિસના લાયસન્સ ધારક મુવર શિવા પરમારને ખોટી રીતે તાલીમ સર્ટી આપ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાવને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ પરી છે.
ગાંધીનગરમાં પોલીસ ભવનમાં આવેલી પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીની મુખ્ય શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં સુરેન્દ્રકુમાર ગોકર્ણનાથ ચતુર્વેદીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેમના સુપરવિઝન અધિકારી ડીવાયએસપી મહાવિરસિંહ વાઘેલાને ધ્યાનમાં આવ્યું હતું કે, નિયંત્રણ અધિકારી દ્વારા નિર્ધારીત માન્ય તાલીમ સંસ્થાઓને પ્રાઇવેટ સિકયુરીટી એજન્સીઓના માલિક તેમજ સુપરવાઈઝર ગાર્ડઝને તાલી આપવામાં આવે છે જેમાં કેટલાંક લોકો તાલીમ આપ્યા વિના જ રૂપિયા લઈને સર્ટી આપી દે છે. ત્યારે ભરૂચમાં દ્વારકાપિશ સિક્યુરિટી સર્વિસના લાયસન્સ ધારક મયુર શિવાભાઈ પરમારે પણ રૂપિયા આપીને લાયસન્સ લીધું હોવાની શંકા છે. જેથી તેમણે તેને ગાંધીનગર ખાતે બોલાવી તેની ઉલટ પુછપરછ હાય પરી હતી. જેમાં તેણે કબુલાત કરી હતી કે, નિયંત્રણ અધિકારી દ્વારા નિર્ધારિત માન્ય સંસ્થા આલ્ફા સિક્યુરિટી એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટીટપુટ ખાતે તે ગયો નથી. તેમજ તે ભરૂચ ખાતેના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે રોકાયા નથી કે પાઈવેટ સિક્યુરીટી એજન્સ ચલાવવા અંગેની કોઈ ટ્રેનિંગ લીધી નથી. તેણે ૨૯ હજાર તાલીમ સંસ્થાના માલિક જશવંતસિંહ દોલતસિંહ નિયોળિયાએ તેમની પાસેથી લીધાં હતાં. અને તેના બદલામાં ૧૨ હજારનું કેશ વાઉચર આપ્યું હતું તેમજ સટી બનાવી આપ્યું હતું. સમગ બનાવને લઈને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વર – પાનોલી ગામની સીમમાંથી લાખોની માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયા બાર એસોસિએશનના હોદ્દેદારો ચુંટાયા.

ProudOfGujarat

છૂટાછવાયા વરસાદબાદ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં બેવડી ઋતુના કારણે શરદી, તાવ, ખાંસી તાવનો વાવર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!