Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતે કુકીંગ કોમ્પિટીશન યોજાઇ

Share

ભરૂચમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મિશ્ર શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 27 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલ્પાહાર તેમજ મધ્યહન ભોજન આપવામાં આવે છે. બાળકોને ભોજનમાં કઈ પૌષ્ટિક વાનગી આપી શકાય અને પીએમ પોષણ યોજનાના કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

હર ઘર તિરંગા અંતર્ગત વડોદરાના વાડી શનિદેવને દેશભક્તિના હિંડોળા કરાયા.

ProudOfGujarat

મિત્રને મારનારને ટોકવા ગયેલાં યુવાનને ફૈયાઝ ટક્કરે માર માર્યો

ProudOfGujarat

વિરમગામ તાલુકા મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર કે.એમ મકવાણાનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!