Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

થામ ગામે કલર ટેક્ષ કંપનીની તુફાન ગાડી પલટી જતા ડ્રાઈવરનું મોત: 9 કર્મીનો બચાવ

Share

 

વિલાયત જીઆઇડીસીમાં આવેલી કલર ટેક્ષ કંપનીની તુફાન ગાડીમાં મંગળવારે રાતે 7 કર્મચારીઓને લઈ ડ્રાઈવર મેહુલ વસાવા ભરૂચ પરત આવી રહ્યાં હતાં. થામ ગામ નજીકથી તુફાન પસાર થતી હતી ત્યારે સામેથી આવતા વાહનની લાઈટથી ડ્રાઈવર અંજાય જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. તુફાન રોડ સાઇટ પર ઉતરી ખાડામાં પલટી મારી જતા બુમરાણ મચી હતી. માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ અકસ્માત ગ્રસ્ત વાહનમાંથી બેભાન હાલતમાં ડ્રાઈવર સહિત 7 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. જેમાં ડ્રાઈવરને વેલ્ફેર હોસ્પિટલમાં લઇ જવાતા સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ભૂમિરાજસિંહ ખેર અને સંદીપ મોદીને ઇજાઓ પોહચી હતી. તો અન્ય 5 કર્મચારીઓ કિંજલ પટેલ, મેહુલ પરમાર, સૌરભ પુરી, કુલદીપ રાજ અને માનવેન્દ્રસિંહ ખેરનો આબાદ બચાવ થયો હતો.

Advertisement

Share

Related posts

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું નામ બદલી કલેશ્વરી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

સુરત જિલ્લાના 156 માંગરોળ વિધાનસભા બેઠક માટે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને રીપિટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!