વિજયસિંહ સોલંકી, લુણાવાડા

મહિસાગર જિલ્લાના આવેલા છ તાલુકા પૈકી ખાનપુર તાલુકાનુ મૂખ્ય મથક બાકોર છે.ત્યારે ખાનપુરમા કચેરીઓ આવેલી નથી અને બાકોરમા કચેરીઓ સહિત તાલુકાનું મથક આવેલુ છે.શિવસેના દ્રારા આજે મહિસાગર જિલ્લા કલેકટરને ખાનપુર તાલુકાનુ નામ કલેશ્વરી કરવાની માંગ સાથે પંચમહાલ -મહિસાગર જિલ્લાના શિવસેના પ્રમૂખ લાલાભાઇ ગઢવીની આગેવાનીમાં જિલ્લા કલેકટર ને આપવામા આવ્યુ હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનુ નામ કલેશ્વરી કરવાની માંગ સાથે પંચમહાલ -મહિસાગર જિલ્લાનાં શિવસેના પ્રમૂખ લાલાભાઇ ગઢવીની આગેવાનીમાં શિવસેના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ લુણાવાડા ખાતે જિલ્લા સેવાસદન ખાતે કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મહિસાગર જિલ્લાનાં ખાનપુર તાલુકાનું નામ કલેશ્વરી કરવાની અમારી માંગ છે. ખાનપુર ગામમા એક પણ સરકારી કચેરી આવેલી નથી.તમામ કચેરી બાકોરમાં આવેલી છે.તો ખાનપુર તાલુકો કયા હિસાબે ગણવામા આવે છે.જેનુ નામ કલેશ્વરી રાખવામા આવે તેવી ખાનપુર તાલુકાના લોકોની માંગણી અને લાગણી છે.કલેશ્વરી ખાનપુર તાલુકા વર્ષોજુના ઇતિહાસના પ્રાચીન પાંડવ સ્થિતભુમિછે.જેના નામ પરથી તાલુકાનુ નામકરણ થાય તેવી અમારી માંગણી છે.આવેદનપત્ર આપવા પંચમહાલ -મહિસાગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.અને તેમણે પણ ખાનપુર તાલુકાનુ નામ કલેશ્વરી કરવામા આવે તેવી માંગણી કરી હતી.

LEAVE A REPLY