Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક મહિનામાં 391 પશુઓની સારવાર કરી

Share

ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા BGP HEALTH CARE pvt Ltd, તથા પિયુષભાઇ ના સંયુક્ત પ્રયાસ થકી ભરૂચ શહેરમાં  01/12/25  થી 31/12/25 દરમિયાનમાં કુલ 391 પશુઓની સારવાર કરી છે. જેમાં શ્વાનના કુલ 268 કેસ કર્યાં હતાં. જેમાં તેમને  Parvo virus, (c.d) virus   ઍક્સિડન્ટ કેસ, leg fracture, શરદી itching , swelling (સોજો) , m. wound, યુરિન માંથી બ્લીડિંગ નીકળવું, કમજોરી, સહિતના અન્ય કેસમાં દરેક ની સારવાર કરવામાં આવી હતી, 4 પક્ષી ઓ ઉડી નહીં શકતાં, 4 ગધેડાને અકસ્માત, 42 બિલાડીને વાયરલ કફ, એક્સીડન્ટ, શ્વાને બચકું ભરવાના કેસ બન્યાં હતાં. ઉપરાંત  30 ગાય, 1 નંદી, 36 ગલુડિયા, 1 બતક, 1 સસલુ, 2 વાછરડાં તેમજ 2 વાંદરાને અશક્તિ આવી  ,anorexia, fmd થવું જોઇન્ટ ના ભાગે પગ નીકળી જવુ, આફરો, ચડવો ,એક્સિડન્ટ કેસ, ગર્ભાશય બહાર નીકળી જવું, પગે થી લંગડું ચાલવું, fever  ,wound,  ની સારવાર કરવામાં આવી હતી.  27 અબોલ જીવને વધુ સારવાર અર્થે   કરજણ પાંજરાપોળ , તથા વડોદરા પાંજરાપોળ ,ચાપડ હોસ્પિટલ, મૂકવામાં આવ્યા. સારા થઈ જતા પાછા લાવી એની મૂળ જગ્યાએ મૂકવામાં આવ્યા હતાં. સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  દરરોજ નિયમિતપણે 40 કુતરાઓ ને ભોજન ની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

Share

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભરૂચનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું.

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

સુપ્રીમ કોર્ટે 377 ની કલમ પર ફેર વિચારણા કરી 3 જજો મારફતે બંધ બારણે નહિ પણ ખુલ્લામાં ચલાવશે જે ખુબજ ઐતિહાસિક નિર્ણય છે…માનવેન્દ્રસિંહ ગોહિલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!