Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાગાલેન્ડના હથિયાર પરવાનાના આધારે સિંગલ બેરલ બંદુક-10 કારતૂસ વાપરનાર સિક્યુરિટી ગાર્ડ ઝબ્બે

Share

ભરૂચ.
ભરૂચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંક્લેશ્વરના પિરામણ નાકા પર આવેલાં યુનિયન બેન્ક ખાતે હથિયારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં શશિનાથ તિવારી ( હાલ રહે. કોસંબા, સુરત) છેલ્લા એક મહિનાથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરે છે. જેના પગલે ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં શશિનાથ આદિત્યનારાયણ તિવારીએ દિમાપુર નાગાલેન્ડથી હથિયાર પરવાનો મેળવી તેના આધારે સિંગલ બેરલ બંદુક તેમજ 10 જીવતા કારતૂસ રાખી 3 નવેમ્બરથી હથિયાર ગાર્ડ તરીકે નોકરી કરે છે. જોકે, તેણે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તેમજ સ્થાનિક પોલીસમાં તે અંગેની નોંધણી કરી ન હોવા છતાં હથિયાર સાથે ફરજ બજાવતો હોવાનું ધ્યાનમાં આવતાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયાનાં ચંદેરીયા ગામ ખાતે BTP દ્વારા ચાઇનાનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળમાં લોકડાઉનનાં પગલે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ.

ProudOfGujarat

બંધ પડેલી વિડીયોકોન કંપનીમાંથી ચોરેલાં ટીવી અંકલેશ્વરમાં વેચતાં ત્રણ ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!