Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના 7 કેન્દ્રો પર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા, 1583 ઉમેદવારો થયા સામેલ

Share

ભરૂચ.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 માટે રવિવારે પ્રિલીમરી પરીક્ષા યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં આ પરીક્ષા માટે કુલ 7 પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જ્યાં 66 બ્લોકમાં સુચારુ રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પરીક્ષામાં નોંધાયેલા કુલ 1583 ઉમેદવારો હાજર રહી પરીક્ષા આપી હતી. પરીક્ષાની વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષાના સંચાલન માટે કુલ 245 કર્મચારીઓનો સ્ટાફ ફરજ પર મુકવામાં આવ્યો હતો.

પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી હતી. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

કંસાલી ગામે ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી માંગરોળ પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા માં શિતલહેર ફેલાઇ ગઇ છે વાતાવરણ માં બપોરના સમયે પણ ઠંડક વર્તાય રહી છે…

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગાર બાબતે અગ્રિમતા આપવા ક્ષત્રિય કરણી સેનાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!