Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં 6 ગામોના વિકાસ માટે રૂ. ૩૨.૪૫ કરોડના કામોને મંજૂરી અપાઈ

Share

ભરૂચ, અંક્લેશ્વર, પાનોલી, ઝઘડિયા, વાલિયા તેમજ પાલેજના વિસ્તારને આવરી લેવાયાં
રોડ, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, અને શૈક્ષણિક સુવિધાઓ વધારાશે
ભરૂચ
જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી.  જેમાં નિર્દિષ્ટ વિસ્તારોના ગામોના વિકાસ માટે કુલ મળીને રૂ. ૩૨.૪૫ કરોડના વિકાસ કાર્યોને આ સર્વગ્રાહી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી.
 જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં કુલ ૩૨.૪૫ કરોડના ખર્ચે નિર્દિષ્ટ વિસ્તારોના ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓનો વધારવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા ભરૂચ જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, ભરૂચ, પાલેજ અને વાલિયા એમ કુલ ૬ નિર્દિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓ હવે વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યા છે. આ ભંડોળનો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓમાં જરૂરી માળખાગત સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, અને શૈક્ષણિક સુવિધાઓ જેવી પાયાની જરૂરિયાતોને મજબૂત કરવા માટે થશે.
        જિલ્લા સમાહર્તાએ ખાસ જણાવ્યું હતું કે જન કલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ. સાથે જ અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવું જોઈએ.  મહત્વના વિકાસ કાર્યો કોઈપણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થાય તે રીતે કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા.
           આ બેઠકમાં માળખાગત સુવિધાઓ વધારવા માટેના કામોને મંજૂરી મળતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રિતેશ વસાવાએ આ નિર્ણયને વધાવ્યો હતો અને અભિપ્રાય આપવામાં જણાવ્યું કે, ગામોમાં આધુનિક અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જે સ્થાનિક સમુદાયના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ નિર્ણય ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેના અંતરને ઘટાડીને સર્વ સમાવેશક વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ પ્રયાસોથી સમાવિસ્ટ વિસ્તારોના નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવશે અને એક સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ થશે.
ઔદ્યોગિક એકમોમાંથી આવતાં વેરાનો 1/3મો યોજનામાં વપરાય છે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્નારા ઔદ્યોગિક એકમો પાસેથી નિર્દિષ્ટ વિસ્તાર દ્વારા દર વર્ષે સંકલિત વેરો ઉઘરાવવામાં આવે છે, જેના ૧/૩ ભાગ એટલે કે (૩૩%)નો ઉપયોગ નિર્દિષ્ટ વિસ્તારોમાં સમાવેશ થતાં ગામોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવે છે. આ માટે સર્વગ્રાહી વિકાસ સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિ દ્નારા ઔદ્યોગિક વિસ્તારોની હદમાં આવતા ગામડાંઓમાં વિકાસ માટેના કામોને મંજૂરી આપવામાં આવે છે. જે સ્થાનિક સમુદાયના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
6 વિસ્તારોમાં કુલ ૩૨.૪૫ કરોડ રૂપિયા ફળવાયાં

ભરૂચ નિર્દિષ્ટ વિસ્તાર: રૂ.૨.૧૧ કરોડ
અંકલેશ્વર નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. ૯.૯૦ કરોડ
પાનોલી નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. ૧૦.૪૬ કરોડ
ઝઘડિયા નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. ૮.૬૯ કરોડ
વાલિયા નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. ૦.૪૦ કરોડ
પાલેજ નિર્દિષ્ટ વિસ્તાર: રૂ. ૦.૮૯ કરોડ

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાનાં સદનપુર ગામે કુવામાં પડેલી બે નીલગાયોને રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બચાવી લેવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં દુકાનોનાં શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરતી “એ” ડીવીઝન.

ProudOfGujarat

એહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલના જન્મદિવસ નિમિતે ડેડીયાપાડા અને પિરામણ ગામની શાળા ખાતે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!