Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ગડખોલમાં આખલાનો આતંક: ઐય્યાપ્પા ટેમ્પલ પાસે પાંચ લોકો ઘાયલ, એકની હાલત ગંભીર

Share

 

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ઐય્યાપ્પા ટેમ્પલ નજીક આખલાના હુમલાનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આખલો અચાનક લોકો પર તૂટી પડતો દેખાય છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

Advertisement

આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચ્યાની માહિતી મળી છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટના ગત 26 ડિસેમ્બરના રોજ બની હતી, પરંતુ હવે તેનો વિડિયો વાયરલ થતાં ફરી એકવાર સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થવા જોગ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસે મામલાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


Share

Related posts

G20 થીમ અને નાણાંકીય સાક્ષરતા અંતર્ગત બી.આર.સી. ભવન, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષા RBI કવીઝ સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

નડીયાદના બિલોદરા ગામના લોકો કપિરાજના આતંકથી પરેશાન.

ProudOfGujarat

ભરૂચ રેલવે કોલોનીથી નંદેલાવ વિસ્તારમાં વારંવાર વીજ ફીડર ઉડી જવાથી રહીશોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!