Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં AAPના કાર્યકરોનો થાળી-વેલણ વગાડી, અધિકારીને ફુલહાર પહેરાવી અનોખો વિરોધ

Share

જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત હસ્તકના રોડ-રસ્તાના કામોની ગુણવત્તા હલકી હોવાનો આક્ષેપ

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત હેઠળ બની રહેલાં રોડ-રસ્તાના કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાના આક્ષેપ સાથે શુક્રવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ભ્રષ્ટાચાર સામે નિંદ્રાધિન તંત્રને જગાડવા ધાળી-વેલણ ખખડાવી રોડ-રસ્તાના ચાલતા કામોનું નિરીક્ષણ નહીં કરવાના બદલામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ફુલહાર પહેરાવી વિરોષ દર્શાવ્યો હતો.

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ કાર્યકરોએ શુક્રવારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તક ચાલતાં રોડ-રસ્તાના કામોમાં બેદરકારી રાખવા સાથે ગુણવત્તા જાળવવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમણે આવેદનમાં જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના રોડના બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. રોડના કામોની વિગતો દર્શાવતા બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા તેમજ ગુણવત્તા ચકાસણીના નિયમોનુ પાલન કરાતું નથી. કામ દરમિયાન ડાયવર્ઝન, લાઈટીંગ અને શ્રમિકો માટેના સુરવા સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માત સર્જાવાનો બથ હોવાના આક્ષેપ આવેદનમાં કરાવાં છે.

આમા આદમી પાર્ટીના હોદ્દેદારોએ વધુમાં ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલાં તમામ રોડ-રસ્તાના કામોમાં વર્ડપાટી દ્વારા ગુણવત્તા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ કામમાં ભ્રષ્ટાચાર જણાય તો જવાબદાર અધીકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કરવામાં આવે તેવી માંગ કરી હતી

આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેરની કચેરીએ આમ આદમી પાર્ટી થાળી વેલણ ખખડાવતાં તેમજ હાથમાં ફુલહારલઈને પહોંચ્યાં હતાં. અધિકારીને ફુલહાર પહેરાવ્યા બાદ તેઓ કચેરીની બહાર નિકળીને રોડ રસ્તાના કામોનું નિરીક્ષણ કરતાં ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.


Share

Related posts

ભરૂચમાં સંત રોહિદાસ મહારાજ જન્મજયંતીની ભવ્ય ઉજવણી

ProudOfGujarat

महेश बाबू ने बच्चों के लिए किया प्रेरणादायक ट्वीट!

ProudOfGujarat

ભરૂચમાં ઘરેણાના બદલે સોનાના બિસ્કીટની ખરીદીમાં ઉછાળો : સોનાના ભાવમાં તેજી વચ્ચે બજારમાં ખરીદી યથાવત : રોજનું ૬થી ૭ કરોડનું વેચાણ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!