Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર પોલીસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો

Share

ભાવનગર શહેરના જુના બંદર રોડ વૈશાલી ટોકીજથી પાસેથી ઇનોવા કારમાં વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડના જથ્થા સાથે ગંગાજળિયા પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. કારમાંથી અલગ અલગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, જુના બંદર રોડ, વૈશાલી ટોકીજથી આગળ મેલડીમાતાના મંદિર પાસે જાહેર રોડ ઉપરથી મારૂતિ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થો સાથે અનીલ ઉર્ફે ખુંટીયો હિંમતભાઈ રાઠોડને ઈંગ્લિશ દારૂના જથ્થો મેક ડોવેલ્સ નં.1 કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઈન પંજાબ ઓન્લી લખેલ 750 M.Lની બોટલ નં.84 કિરુ.25,200 તથા સફેદ કલરની મારૂતિ કાર નંબર- GJ-04-D-5871ની કિ.રૂ.50 હજાર મળી કુલ કિ.રૂ.75,200નો મુદામાલ કબ્જે કર્યો હતો, ઝડપાયેલ શખ્સ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

Advertisement

Share

Related posts

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો : હાઈકોર્ટે વિધાનસભા 2017 ની ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરી,જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડીયા GIDC ની ConAgra food કંપનીમાં પગાર વધારો મુદ્દે કામદારોની હડતાળ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે તાલુકા દીઠ કૃષિ મહોત્સવ-૨૦૧૯નું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!