Proud of Gujarat
GujaratFeaturedINDIA

મો.સા. ચોરીનાં વણશોધાયેલ ત્રણ ગુન્હા શોધી મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,ગઢેચી વડલા, આર.ટી.ઓ. સર્કલ, હનુમાનજીનાં મંદિર પાસે આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલ તથા મીનાજભાઇ ગોરીને બાતમીરાહે હકીકત મળેલ કે,કાળીયાબીડ, સાગવાડીમાં રહેતાં હિરેનભાઇ વાલજીભાઇ તથા નં.૨ મનિષ ઉર્ફે લાલો ભુપતભાઇ જેમાં નં.૧નાંએ શરીરે આછા પીળા કલરનો શર્ટ તથા નં.૨નાંએ લાલ કલરનો શર્ટ પહેરેલ છે.જે બંને ચોરાઉ શક પડતાં મો.સા. સાથે નીકળવાનાં છે.જે બાતમી આધારે વોચમાં રહેતાં

(૧) હિરેનભાઇ વાલજીભાઇ પરમાર ઉ.વ.૨૩ રહે.પ્લોટ નં.૩૧૧, સર્વે નં.૨૪૪, સાગવાડી, ભાવનગર વાળા કાળા-સીલ્વર પટ્ટાવાળા હિરો હોન્ડા સ્પ્લેન્ડર + મો.સા. રજી.નં.GJ-04-BG 9862વાળા મો.સા. સાથે મળી આવેલ.તેની પાસે મો.સા. અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. શકપડતી મિલ્કત તરીકે કિ.રૂ. ૧૫,૦૦૦/- ગણી તથા

Advertisement

(૨) મનિષભાઇ ઉર્ફે લાલો ભુપતભાઇ બાંભણીયા ઉ.વ.૨૭ રહે.ઇન્દ્દપ્રસ્થનગર,શેરી નં.૨, કે.પી.ઇ.એસ. કોલેજ પાછળ, કાળીયાબીડ, ભાવનગરવાળા કાળા કલરનાં હિરો સ્પ્લેન્ડર + મો.સા. રજી.નંબર વગરનાં મો.સા. સાથે મળી આવેલ.તેની પાસે મો.સા. અંગે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. શકપડતી મિલ્કત તરીકે કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી કુલ મો.સા.-૨ શક પડતી મિલ્કત ગણી કુલ રૂ.૪૫,૦૦૦/- ગણી Cr.P.C. કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.મજકુરને Cr.P.C. કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
મજકુર ઇસમોની પુછપરછ કરતાં તેઓ બંનેએ સાથે મળી

આજથી આશરે દોઢ મહિના પહેલાં  બોરતળાવ બાલવાટીકા પાસેથી કાળા-સીલ્વર પટ્ટાવાળા હિરો હોન્ડા સ્પ્લેન્ડર + મો.સા. રજી.નં. GJ-04-BG 9862 ચોરી કરેલ.
આજથી ત્રણ દિવસ પહેલાં સાંજનાં સાતેક વાગ્યાની આસપાસ સાથે મળી બોરતળાવ, બોટહાઉસ પાસેથી કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર +મો.સા. ચોરી કરેલ.જે મો.સા. રજી.નંબર પ્લેટ તેઓએ તોડી નાંખી દીધેલ.
આજથી આશરે બે દિવસ પહેલાં રાતનાં આઠેક વાગ્યાની આસપાસ સાથે મળી બોરતળાવ, ખોડિયાર મંદિર પાસેથી બજાજ પ્લેટીના મો.સા. રજી.નં.GJ-04-AQ 1103ની ચોરી કરી રેલ્વે હોસ્પીટલ અંદર મુકી દીધેલ હોવાની કબુલાત કરેલ. જે આધારે બજાજ પ્લેટીના મો.સા. રજી.નં.GJ-04-AQ 1103 કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ.
આમ,ભાવનગર શહેર વિસ્તાર માંથી ચોરી થયેલ મો.સા.-૦૩નાં ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ રૂ.૭૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી લઇ મો.સા. ચોરી નાં ત્રણ ગુન્હાઓ શોધી કાઢવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી. જાડેજા પો.સબ ઇન્સ.ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, ચંદ્રસિંહ વાળા, મીનાજભાઇ ગોરી, શક્તિસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ  વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.


Share

Related posts

લીંબડીના પાંદરી નજીક અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની પ્રાથમિક શાળા રઝલવાડાના શિક્ષકને પી. એચ. ડી. ડિગ્રી એનાયત કરાઈ.

ProudOfGujarat

ભરૂચનાં મહંમદપુરા ખાતે આવેલ APMC ને શરૂ કરવાની માંગણી કરવા મજૂરો, વેપારીઓ અને ખેડૂત અગ્રણીઓ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!