Proud of Gujarat
GujaratFeaturedINDIASport

મૂળ ભુજની મહિલાએ મલેશિયા રમતોત્સવમાં રજત ચંદ્રક મેળવ્યો..

Share

 

મલેશિયાના પેનાંગ શહેર ખાતે યોજાયેલી એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં મૂળ ભુજની મહિલાએ ચક્રફેંકમાં રજત ચંદ્રક મેળવવાની સિદ્ધિ મેળવતાં સૌને ગૌરવ અપાવ્યું હતું. મૂળ ભુજની નિર્મળા મહેશ્વરીની મુખ્ય રમત તો ગોળાફેંક હતી જેમાં તેઓ ગોલ્ડ મેળવશે તેવી આશા સેવાતી હતી, પરંતુ રમત દરમ્યાન મેદાન પર જ અચાનક બીમાર થઇ જતાં બેભાન થઇ ગઇ હતી. તેને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. એ પછી હોસ્પિટલમાંથી છૂટયા બાદ ચક્રફેંકમાં તેણે પોતાનું કૌશલ્ય બતાવતાં એશિયાઇ દેશોમાં બીજા નંબરે આવી હતી. નિર્મળાબેને અત્યાર સુધીમાં 400 જેટલા પદકો મેળવ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વડોદરા : શાંતમેઘ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે કોમ્પ્યુટર ક્લાસીસની વિદ્યાર્થીનીઓને ખાણું વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભાડેથી કાર લઈ જઈ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 કાર સાથે બે આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!