ગાંધીનગરઃ આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12માં કુલ 17 લાખ 14 હજાર 979 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એક હજાર 548 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા માટે તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
વિદ્યાર્થીઓ સારા માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળાની આસપાસ કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. પરીક્ષા દરમિયાન પરીક્ષા કેંદ્રોની બહાર લાઉડ સ્પીકર વગાડવા અને ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે. પરીક્ષા કેંદ્રો પર મોબાઈલ ફોન અને ઈલેકટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિકલાંગ બાળકો માટે કેંદ્રના ગ્રાઉંડ ફ્લોર પર જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

LEAVE A REPLY