Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને મોગરો, ગુલાબ વગેરે ફૂલોના દિવ્ય વાઘાનો શણગાર કરાયો.

Share

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને મોગરો, ગુલાબ વગેરે ફૂલોના દિવ્ય વાઘાનો શણગાર કરાયો દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી.

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવારના પવિત્ર દિન નિમિત્તે મોગરો, ગુલાબ, સહિતના ફૂલોના દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતા. વન વિચરણના દર્શનની ઝાંખી કરાઈ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરસાળંગપુરધામ ખાતે શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળી)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને મોગરો, ગુલાબ વિગેરે ફૂલોના દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એવં દાદાના સિંહાસનને શણગાર કરવામાં આવેલ. સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા અષાઢ સુદ 10 ના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનના વન વિચરણ કરવા ગયા હતાં તેના દર્શનની ઝાંખી કરાવવામાં આવી હતી. ભક્તોએ દર્શનનો લાભ લીધો દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે આજરોજ વિશ્વ મહિલાદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અંદાડા, સારંગપુર અને જીતાલી ગામોના તૈયાર થયેલ ચાર રોડનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 57 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!