Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં પ્રથમ ચરણના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાણીબાર ખાતે આજરોજ પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સેવાસેતુનો લાભ લીધો હતો. પાવીજેતપુર તાલુકાની સજવા જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના પાણીબાર ખાતે યોજાયેલ સેવાસેતુથી તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમનો આજથી આરંભ થયો હતો. પાવીજેતપુર ટીડીઓના માર્ગદર્શન હેઠળ યોજાનાર સેવાસેતુના કાર્યક્રમોમાં જે-તે સેવાસેતુ કાર્યક્રમ સાથે સમાવી લેવાયેલ ગામોની જનતાના વિવિધ કામોનો સ્થળ પર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આજરોજ યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, આવક જાતિના દાખલા, ક્રિમિલેયર, ડોમીસાઈલ, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, સમાજ કલ્યાણને લગતી કામગીરી, વિધવા સહાય, જમીન માપણી, સહકાર અને કૃષિ, પશુપાલન વિભાગ, ફોરેસ્ટ વિભાગ, ડીજીવીસીએલ, એસટી ડેપોને સંબંધી કામગીરી ઉપરાંત વિવિધ દાખલાઓ આપવા ઉપરાંત અન્ય કેટલાક જરૂરી કામોને લગતી કામગીરી સ્થળ ઉપર કરી આપવામાં આવી હતી. ઘરઆંગણે લોકોના વિવિધ કામોનો નિકાલ કરવાના હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. આજરોજ પાણીબાર ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં પૂર્વ સંસદીય સચિવ જયંતીભાઈ રાઠવા, પૂર્વ મહામંત્રી ગોવિંદભાઇ રાઠવા, પાવીજેતપુર ભાજપા પ્રમુખ બાબુભાઇ રાઠવા,પાવીજેતપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ભરતભાઇ રાઠવા, ગ્રામ પંચાયતના સરપંચ કાળુભાઇ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી પાવીજેતપુર તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોના વિવિધ કામોનો સ્થળ પર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

વેરાવળ : ડોળાસાના અડવી ગામે સાત સિંહો ટોળે વળી બેસેલ મળ્યા જોવા : સિંહ દર્શન માટે ટોળા ઉમટયા.

ProudOfGujarat

ભરૂચના દાંડિયાબજારમાંથી ગાંજો તથા ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે દંપતીને ઝડપી પાડતી એ ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

ભરૂચના ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ અને વિધવા બહેનોને જીવનજરૂરી વસ્તુઓ અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!