Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ચોરામલ અને ગઢબોરિયાદ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

Share

કોઇ પણ સમાજના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. માટે તમામ વાલીઓએ સજાગતાપૂર્વક પોતાના બાળકોના શિક્ષણમાં રસ લેવો જોઇએ એમ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું.

નસવાડી તાલુકાના ચોરામલ અને ગઢબોરિયાદ ખાતે આયોજીત ૧૭મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ, બાળકો અને ગ્રામજનોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજનનો આશય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, યોગ્ય ઉંમરે બાળકને શાળામાં પ્રવેશ મળે એ માટે રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે શાળાઓમાં સો ટકા નામાંકન થાય છે તેમજ ડ્રોપ આઉટ રેશિયો પણ ઓછો થયો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ઉપરાંત તેમણે ગત બે વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરી શકાયું ન હતું તેમ છતાં પણ ઓનલાઇન માધ્યમથી શિક્ષણકાર્ય સતત ચાલુ રાખવામાં આવ્યું હતું એમ જણાવી તેમણે રાજયનું કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ માટે સરકાર ચિંતા કરી રહી છે એમ કહી તેમણે શાળાના બાળકોને શિષ્યુવૃતિ, મધ્યાહ્ન ભોજનની સુવિધા આપવામાં આવે છે સાથેજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.

Advertisement

ચોરામલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખે આંગણવાડી અને પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં પ્રવેશ મેળવતા બાળકોને કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ગઢબોરિયાદ ખાતે ગઢબોરિયાદ અને હરિપુરા પ્રાથમિક શાળાનો સંયુકત પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત સભ્ય, ગામના સરપંચ, સી.ડી.પી.ઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય, વાલીઓ, બાળકો અને શાળાના શિક્ષણગણની ઉપસ્થિતિમાં બાળકોને આંગણવાડી અને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે શાળામાં પ્રથમ આવેલા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યું હતું. શાળાના વિદ્યાર્થી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મનનીય પ્રવચન રજૂ કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય ઉપસ્થિતો દ્વારા વૃક્ષોરોપણ પણ કરવામાં આવ્યું હતું.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચ : મનસુખ વસાવાનો પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો…

ProudOfGujarat

પ્રશાંત આશ્રમશાળા ખાતે આરોગ્ય તપાસણી અંતર્ગત બાળકોનું નિદાન કરાયું

ProudOfGujarat

ભરૂચ : કતોપોર બજાર માર્ગ બન્યો અત્યંત બિસ્માર, ભર બજાર વચ્ચે માર્ગ પર સળિયા ઉપસી આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!