Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મનસુખ વસાવાનો પક્ષમાંથી રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો…

Share

સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી આવે છે. જોકે તેઓને વારંવાર ઉચ્ચકક્ષાએ પત્ર લખવા અંગેનો ઠપકો મળ્યો હોવાના આક્ષેપોનાં કારણે પણ તેઓએ રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે.

6 ટર્મથી લોકસભાની બેઠક જાળવી રાખનાર મનસુખભાઈ વસાવાએ આખરે રાજીનામું આપવા પાછળનું કારણ શું તેવા પ્રશ્નો ઊભા થયા છે તો લોકચર્ચા મુજબ તેઓના મત વિસ્તારમાં લોકોને પડતી હાલાકી પડતી હોવાના મુદ્દે પણ વારંવાર તેઓ ઉચ્ચકક્ષાએ લેખિત પત્ર લખીને રજૂઆત કરી રહ્યા હતા અને તેના કારણે પક્ષમાંથી પણ તેઓને ઠપકો મળ્યો હોવાની ચર્ચાઓ ના પગલે તેઓ રાજીનામું આપ્યુ હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત, લોક ડાઉનમાં મળ્યું છે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન..!! જાણો વધુ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી ગામે ગ્રામીણ ઓલમ્પિક કબડ્ડી સ્પર્ધા યોજાશે.ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!