Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : તેજગઢ ખાતે માહિતી વિભાગ દ્વારા લોકોપયોગી સાહિત્યનું વિતરણ કરાયું.

Share

ગુજરાત સરકાર દ્વારા આયોજીત વંદે ગુજરાત વિકાસ યાત્રાના તેજગઢ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન જિલ્લા માહિતી કચેરી, છોટાઉદેપુર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોને માહિતી નિયમકની કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ લોકોપયોગી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વંદે ગુજરાત વિકાસયાત્રાના બીજા દિવસે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રાના સ્વાગત અને સામૈયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ ફારૂક અહેમદ મેમણ, ફોટોગ્રાફર અલ્પેશભાઇ ચૌહાણ, વિડીયોગ્રાફર યશવંતભાઇ રાઠવા અને ડ્રાઇવર રાજુભાઇ રાઠવા કાર્યક્રમના કવરેજ અર્થે ઉપસ્થિત રહ્યા હતા. માહિતી ખાતાના આ સૌ કર્મયોગીઓએ માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ લોકોપયોગી સાહિત્યનું વિતરણ કર્યું હતું. તેમજ આ સાહિત્ય અંગે સમજ પણ આપી હતી.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના વાસણો ચોરનાર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પાણી પુરવઠા સુદ્રઢ બનાવવા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર GNFC વૈશાખા ટાવરનાં ત્રણ ફલેટમાં સાડા ત્રણ લાખ રૂપિયાનાં મુદ્દામાલ પર તસ્કરો હાથફેરો કરી જતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!