Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના શાલીમાર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે મારૂતિ વાન માં ભીષણ આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી…..

Share

 

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ  ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર નજીક ના પેટ્રોલ પંપ પાસે આજ રોજ સવાર ના સમયે એક મારૂતિવાન માં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …જોકે સદનસીબે વાન ચાલકે સમય સુચકતા વાપરી વાનની બહાર નીકળી ગયા હત…….
શાલીમાર રોડ પર ના મુખ્ય માર્ગ ઉપર વાન માં આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….તો બીજી તરફ ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો …
મુખ્ય માર્ગ ઉપર ના પેટ્રોલ પંપ પાસે જ કાર માં ભીષણ આગ લાગતા એક સમયે લોકો ના જીવ તાળવે ચોટયા હતા..અને સ્ટેશન રોડ માર્ગ ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા …….
Advertisement

Share

Related posts

ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલો થતા કડક કાર્યવાહી અંગે સંદીપ માંગરોલા દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત.

ProudOfGujarat

અમદાવાદના તળાવોમાં આ રીતે થાય છે નર્મદાના પાણીના નીરની આવક.

ProudOfGujarat

વિરમગામ,માંડલ,દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 69 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!