Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વીજ વાયરોની ચોરી થતાં ચકચાર.

Share

ડાકોર MGVCLના સબ ડિવિઝનમ 30 જેટલા ગામો આવેલા છે. જેમાંના મૂળિયાદ અને હરીપુરા ગામની સીમમાં વીજ લાઈનના થાંભલા પરથી એલ્યુમિનિયમના વાયરોની ચોરી થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મૂળિયાદ ગામની શેઢી શાખા કેનાલ પાસે ખેતી વિષયક વીજ જોડાણ આપેલ છે. આ વીજ જોડાણવાળી લાઈન ઉપરઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ બી. એમ પરમાર ગત તારીખ 28 મે 2022 ના રોજ નાયબ ઇજનેરને જાણ કરી હતી કે અમૃતપુરા ફીડરની વીજ લાઈન ચંદાસર ગામથી પ્રવીણભાઈ માવજીભાઈ પટેલ, ચંદુભાઈ માવજીભાઈ પટેલ તથા સુશીલાબેન ભુપેન્દ્રભાઈ પટેલના બોરકુવા ઉપર આપવામાં આવેલ છે. જે વીજ લાઈનના નંબર ન હોવાથી કપડવંજ ડાકોર હાઈવે રોડને અડીને આવેલા થાંભલાથી રોડ ક્રોસ કરી સામે ચંદાસર સીમમાં આવેલા રોડને અડીને પસાર થતી લાઇનના થાંભલા ઉપર લખેલ નંબરની સામેની ખેતીવાડી ફિડરના થાંભલાથી પ્રવીણભાઈ માવજીભા પટેલ થતાં અન્ય લોકોને વીજ જોડાણ માટે જતી ભારે દબાણવાળી લાઈનના 36 ગાળા જે વાયરો 3576 મીટર છે.

જે કોઇ અજાણા ઈસમે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત હરીપુરા ગામમાં ગત 20 જૂનના રોજ ઉપરોક્ત કર્મી દ્વારા તપાસ કરવામાં આવતા અહીંયા ખેતી વીજ જોડાઈ માટે વીજ લાઈન નાખી હતી. નાયબ ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધી જે વીજ લાઈન પરથી અમૃતપુરા ખેતીવાડી ફિડરના પોલ પરથી 66 કેવી ઠાસરા એસ એસ બાજુના આગળના પોલ પરથી ટ્રેપ થતી લાઈનના બે ગાળા છોડી વીજ લાઈનના વીજ તાર પોલ પરના ઇન્સ્યુલેટર પરથી કાપીને અજાણ્યા ઈસમ દ્વારા એલ્યુમિનિયમના વીજ વાયરોની ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું. આમ આ બન્ને બનાવોમાં કુલ રૂપિયા 2 લાખ 82 હજાર 576 ની કિંમતના વીજ વાયરોની ચોરી આચરી આર્થિક નુકસાન કર્યું હોવા બાબતે ડાકોર એમજીવીસીએલના નાયબ ઈજનેરે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈન્ડિયન ઈલેક્ટ્રીસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

છેલ્લા ૭-૮ માસ થી વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

ProudOfGujarat

લીંબડીમાં ચાલુ બસમાંથી વિદ્યાર્થીની પડી જતાં થઇ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!