Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર એલ.સી.બી. એ બાડગાવ ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડયો.

Share

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાડગાવ ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત એચ.એચ.રાઉલજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમી મળેલ કે બાડગાવ ગામે કલ્પેશભાઈ રમેશભાઈ રાઠવા પોતાના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારુનો ધંધો કરી રહ્યો છે. એલ.સી.બી. ની ટીમે બાતમી મુજબના સ્થળે ખાનગીરાહે વોચ કરી તપાસ કરતા કલ્પેશભાઈ રમેશભાઈ રાઠવા તેઓના ઘરે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી લેવાયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ.૨૯,૫૧૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડયો હતો. આ સંદર્ભે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ લખાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

નડિયાદની વનીપુરા પ્રાથમિક શાળામાં માર્ગદર્શન શિબિર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતઃકેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યાં છે.

ProudOfGujarat

ભરૂચ ‘એ’ ડિવિઝન ‘ડી’ સ્ટાફનું વિસર્જન : કડક અમલવારી કોણ કરાવશે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!