Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટા ઉદેપુર જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે જીવન રક્ષા પ્રોજેકટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી સૌ પ્રથમ પોલીસ વિભાગથી શરૂ કરવામાં આવી.

Share

 છોટાઉદેપુર જીલ્લા પોલીસ ભવન ખાતે આજરોજ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા અખબાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં જીવનરક્ષા પ્રોજેક્ટ ઉપર વાત કરતા જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોની અમલવારી સૌ પ્રથમ પોલીસ વિભાગથી શરૂ કરવામાં આવેલ છે અને પ્રથમ ચરણમાં મોટાભાગના પોલીસ વિભાગના કર્મચારીઓ પાસે ટ્રાફિક નિયમન અંગે અમલવારી કરાવી દેવામાં આવેલ છે અને જે બાકી છે તે આગામી 15 દિવસમાં પૂર્ણ થઇ જશે. સૌથી મોટી ગંભીર સમસ્યા હોય તો અકસ્માતો વધવાના કારણે લોકોના જીવ ગુમાવતા હોય છે તે છે, માનવ સહેજ ભૂલના કારણે અકસ્માતનો ભોગ બનતો હોય છે અને પોતાના અમૂલ્ય જીવ ગુમાવતા હોય છે આમ અકસ્માત નિવારણ માટે છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક અવેરનેસ લાવવા માટે જીવનરક્ષા પ્રોજેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં પણ પહેલાં પોલીસ કર્મચારીઓ ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં આવે ત્યાર પછી પ્રજામાં ટ્રાફિક નિયમોની અમલવારી કરી શકાય તે હેતુને ધ્યાનમાં રાખી જીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ચરણમાં પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ પાસે ટ્રાફિક નિયમનની અમલવારી કરાવી દેવામાં આવેલ છે. આ સાથે પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્માએ ઉમેર્યું હતું કે જિલ્લામાં વર્ષ દરમિયાન 130 થી વધુ લોકો અકસ્માતનો ભોગ બની અને મૃત્યુ પામે છે તો 250 થી  વધારે નાની-મોટી ઇજાઓના કારણે અકસ્માતમાં ભોગ બને છે જેને લઇ તેઓના પરિવાર આર્થિક અને સામાજિક રીતે પડી ભાંગે છે. જે બાબતનું  સર્વે કરવામાં આવેલ છે,  અને સમાજ આવા આઘાતજનક ઘટનાઓના શિકાર થતાં બચે તે માટે જીવન રક્ષા પ્રોજેકટનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે. તથા પ્રોજેક્ટ નો બીજો તબક્કો આજથી શરૂ થતા તેમાં પોલીસ વિભાગ તરફથી જિલ્લામાં આવેલ 950 થી વધુ ગામોમાં જઈ અને લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કેળવવામાં આવશે. જે કામગીરી તારીખ 25-9-2020 સુધી કાર્યરત રહેશે અને ત્યારબાદ જીવન રક્ષા પ્રોજેક્ટના ત્રીજા તબક્કાની શરૂઆત થશે જેમાં સીસીટીવી કેમેરા તેમજ પોલીસ પોઈન્ટ તેમજ વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક નિયમન અંગે લાપરવાહી વર્ત્તતા  સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માટે આગામી 25 દિવસોમાં લોકો ટ્રાફિક નિયમન અને જાગૃત થઈ સજાગ થાય તે ખૂબ જરૂરી છે અને પોલીસ અધિક્ષક શ્રી ના આ સરાહનીય પગલાં આવકારે તે ખૂબ જરૂરી બનવા પામેલ છે. 

તૌફીક શેખ

Advertisement

Share

Related posts

લીંબડીનો ઉટડી પુલ બન્યો આખલાનો અખાડો .

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પિપદરા તેમજ કાંટીદરા ગામે બ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયુ.

ProudOfGujarat

જંગલ સફારીના સુરક્ષા જવાને રાજકોટના પ્રવાસીને રૂ. ૨ લાખની કિંમતના સોનાના દાગીના ભરેલ પાકીટ પરત કરી દર્શાવી પ્રમાણિકતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!