Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જીલ્લાનાં મુખ્ય મથકે દીવા તળે અંધારુ રાત દિવસ વીજ ધાંધિયાથી પ્રજાજનો ત્રસ્ત પરંતુ કચેરીનાં સત્તાધીશો તેમની મસ્તીમાં મસ્ત જોવા મળી રહ્યા છે. 

Share

છોટા ઉદેપુર જિલ્લાની એમ.જી.વી.સી.એલ કચેરીની કથળેલી કામગીરીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, વરસાદના બે ચાર છાંટા પડતાની સાથે જ વિજળી ગુલ થઈ જાય છે અને આખી રાત્રી દરમિયાન પ્રજાજનોને વીજપુરવઠાથી વંચિત રહી અને  આખી આખી રાત્રી દરમિયાન  અંધારા ઉલેચવાના વારાની  સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ કચેરીનાં નફ્ફ્ટ સત્તાધીશોને તેની કાંઈ જ પડી ના હોય તેમ તેમાં કોઇપણ જાતનો સુધારો વધારો કરવા માટે તૈયાર નથી અને પ્રજાની આ સમસ્યાઓનો નિકાલ કરવા માટે પરિણામલક્ષી ઉપાય શોધવામાં સરેઆમ નિષ્ફળ નીવડયા છે. 

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકમાં આ પરિસ્થિતિથી વીજ કંપની દ્વારા થઈ રહી છે તો ગ્રામ્ય વિસ્તારની તો દશાની વાતચીત કરવી એ માત્ર પ્રશ્નાર્થ છે… ? છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકમાં  જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ નિવાસ કરે છે, છતાં આ આલા અધિકારીઓની પણ સેહ શરમના હોય તેમ આંતરે દિવસે વર્તમાન પત્રોની હેડલાઈન બનનારી કંપનીને તેની સાખની કાંઈ જ પડી નથી તેવું લાગી રહ્યું છે. 

Advertisement

પ્રજાજનોમાં સામાન્ય રીતે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો આપણે બિલ ભરવામાં વિલંબ કરીએ તો તેનો કંપની દ્વારા વિલંબિત ચુકવણી ચાર્જ લેવામાં આવે છે. તો કંપની દ્વારા તેની સેવા આપવામાં ખોટ થાય તો તેનો વળતર કેમ ગ્રાહકોને આપવામાં ન આવે તે બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ બાબતે એમ.જી.વી.સી.એલ કંપની ખાતે ધરણા કરવાનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળેલ  છે.

તૌફીક શેખ : છોટાઉદપુર


Share

Related posts

નડિયાદ : વસોમાં બંધ મકાનમાં તસ્કરોએ રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

આજે ગોધરા ખાતે ફેડરેશન ઓફ પંચમહાલ ઇન્ડસ્ટ્રિઝ દ્રારા જીલ્લા નાયબ કલેકટરને સિગંલ યુઝ પ્લાસ્ટિક ૫૧ કેરી બેગના માઇક્રોનના જાડાઇના ઉપયોગને લઇને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.

ProudOfGujarat

ભરૂચમાં બિસ્માર રસ્તા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!