Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : પાણીબાર ગામમાં એક બુટલેગરને ત્યાં રેડ કરી 97 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી પોલીસે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુના ઝડપી પાડવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે પાણીબાર ગામમાં એક બુટલેગરને ત્યાં રેડ કરી 97 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના પાણીબાર ગામનાં રાવતીયા ફળીયામાં રહેતા અને દારૂનો ધંધો કરતા વેચાતભાઇ કેશલાભાઇ રાઠવાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બોટલો નંગ-૨૨૧ ની કુલ કિં.રૂ.૯૭,૨૪૦/-નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એલ.સી.બી પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીને કરાલી પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોપ્યો હતો.

તૌફીક શેખ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

શું દિવાળીનાં તહેવારો બાદ માધ્યમિક શાળાઓ શરૂ થશે ? જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : તા.૪ ડીસેમ્બરે વાગરા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઈવ યોજાશે.

ProudOfGujarat

મહીસાગર જિલ્લામાં સંધરી ગામે પૈસાની લેતી દેતીની તકરારમાં વૃદ્ધની કરપીણ હત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!