Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહીસાગર જિલ્લામાં સંધરી ગામે પૈસાની લેતી દેતીની તકરારમાં વૃદ્ધની કરપીણ હત્યા.

Share

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સંઘરી ગામે વૃદ્ધ પર યુવકે હુમલો કરતાં તેનું મોત થયું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાણાના સંધરી ગામના ભાથાની મુવાડી ફળિયામાં બુધવારની સાંજે નાથાભાઈ સુફરાભાઈ પટેલિયા ઘર આંગણે બેઠા હતા આ દરમિયાન આક્રોશ સાથે આવેલા યુવાન હરીશ ધનાભાઈ પટેલિયાએ પિતાની ઉંમરના કહેવાતા નાથાભાઈ પટેલીયાને મારા ઉછીના લીધેલા રૂપિયા તું કેમ આપતો નથી અને આજે તો તને પતાવી જ દેવાનો છે. ના ઉશ્કેરાટ વચ્ચે હરીશે જમીન ઉપરથી ભારેખમ પથ્થર ઉઠાવીને નાથાભાઈના માથા ઉપર ઘા કરતા આ વૃદ્ધ લોહીલુહાણ સાથે ફસડાઈ ગયા હતા. પરંતુ ઝનૂનમાં અંધ બનેલા હરીશે સ્ટીલનો ઘડો લઈને નિ:સહાય બનેલા નાથાભાઈને ફટકાઓ મારીને યમ સદન પહોંચાડી દીધા હતા. આ અંગે મૃતક નાથાભાઈનો પુત્ર બાબુભાઈ પટેલીયાએ કડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પી.આઈ.કે.કે ડીંડોરે હરીશ સામે ગુનો દાખલ કરીને કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : નગરપાલિકાની પોલ ખુલ્લી : લીંબડી ચુડા વચ્ચે આવેલ આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર : પાયા વિહોણા મકાન ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમ પહોંચી.

ProudOfGujarat

ભરૂચ : વારંવાર GPCB ની કાર્યવાહી છતાં ટેવાઇ ગયેલા ઉદ્યોગપતિઓએ પ્રદુષિત પાણી છોડયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવમાં વધારો થતાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!