Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર : ધમોડી ગામમાં ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ.

Share

17 જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધમોડી ગામની સીમમાં હાઇવે રોડ ઉપર વળાંક પાસે રોડની ગટરમાં બે માણસોની કોઇ ધારદાર તેમજ બોથડ પદાર્થ વડે જીવલેણ ઇજા પહોંચાડી મરણ ગયેલ હાલતમાં લાશો મળી આવી હતી. જે આધારે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ 302 તથા જી.પી.એકટ 135 મુજબનો ગુનો દાખલ થયો હતો . સદર ગુનો શોધવા બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્ટાફને સૂચના આપવામાં આવતા છોટાઉદેપુર એલસીબી પોલીસ દ્વારા અલગ – અલગ ટીમો બનાવી સદર ગુનો શોધી કાઢવા સધન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

એલસીબી સ્ટાફના પોલીસ માણસો દ્વારા ખાનગી રાહે હકીકત મળેલ કે મોજે સુરખેડા ગામે મસલાભાઇ ચુનીયાભાઇ રાઠવાની દિકરી સુરેખાબેનના લગ્નમાં આ કામના મરણ જનાર શૈલેષભાઇ સુરેશભાઇ રાઠવા, દિપકભાઇ નાનસીંગભાઇ રાઠવા બન્ને રહે. મોટા ફળીયા, રંગપુરના આવ્યા હતા. જે લગ્નમાં તેઓ નાચતા હતા તે દરમ્યાન નરેશભાઇ માધુભાઇ રાઠવાની પત્ની નામે સુખીબેનનાઓને આ કામના મરણ જનાર ઇસમો છેડતી અડપલા કરતા તેઓ સાથે ઝઘડો – તકરાર થયો હતો. તે ઝઘડામાં સંડોવાયેલ ઇસમો છોટાઉદેપુર ખાતે આવનાર છે.

Advertisement

તેવી મળેલ બાતમી આધારે નરેશભાઇ માધુભાઇ રાઠવા, માધુભાઇ દલાભાઇ રાઠવા બન્ને રહે. દડીગામ તા.જિ. છોટાઉદેપુર તથા નરેશભાઇ મંગુભાઇ રાઠવા નારસીંગભાઇ તેરસીંગભાઇ રાઠવા બન્ને રહે. સુરખેડા તા.જિ.છોટાઉદેપુરનાઓને અત્રેની એલ.સી.બી કચેરીએ લાવી યુકિત – પ્રયુકિતથી ઘનીષ્ઠ પુછ-પરછ કરતા તેને આ કામના મરણ જનાર લગ્નમાંથી પોતાની મો.સા. ઉપર ઘરે જતા આ કામના આરોપીઓએ પૂર્વ યોજીત કાવતરૂ રચી તેઓની પાછળ મો.સા ઉપર પીછો કરી મોજે ધમોડી ખાતે આવી આરોપીઓ પૈકી નરેશભાઇ મંગુભાઇ નાઓએ મરનાર સૈલેશને માથાના ભાગે પથ્થર મારી પાડી નાખી તેઓની ઉપર પથ્થર મારો કરી મોત નીપજાવી મો.સા.ની તોડફોડ કરી મરણ જનાર બન્ને ઇસમોને પુરાવાનો નાશ કરવાના ઇરાદે ગટરમાં ફેકી દઇ ગુનો કરેલ હોવાની કબુલાત કરી હતી . તેઓને સી.આર.પી.સી. કલમ 41 ( 1 ) ( એ ) મુજબની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુર પાવી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચના એક આરોપીએ પાયલોટિંગ સાથે વિદેશી દારૂ ક્યાંથી ક્યાં પોંહચાડયો જાણો…વડોદરા પોલીસે પ્રોહિબિશન અંગે રસપ્રદ કાર્યવાહી કરી…

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં ભંગારનો ધંધો કરતા ઇસમને ચાર ઇસમોએ માર મારી લુંટી લીધો

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે નવાગામ કરારવેલ ગામ ખાતેથી લાખોની કિંમતનાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણને ઝડપી પાડયાં.!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!