Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુરુ દેવો ભવ…મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા. ૭૦.૫૬ લાખનું દાન છોટા ઉદેપુર જિલ્લાનાં શિક્ષકોએ આપ્યું.

Share

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ COVID-19 ને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત હેઠળની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા. ૭૦,૫૬,૪૨૦ નું માતબર દાનનો ચેક જિલ્લા કલેકટર સુજલ મયાત્રાને અર્પણ કર્યો હતો. કોરોના વાઇરસ COVID-19 મહામારીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ગુજરાતમાં પણ કોરોના વાઇરસના કેસો નોંધાઇ રહયા છે ત્યારે કોરોના સામેની લડાઇમાં મદદરૂપ થવા માટે રાજયભરના શિક્ષકોએ તેમના એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પણ તેમનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં આપવાનું નકકી કર્યું હતું. જેનો ચેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઇ રાઠવા અને મહામંત્રી સુનિલકુમાર ઠાકરે જિલ્લા કલેકટરને આપ્યો હતો.આ અંગે વાત કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બારિયાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં આપવાનું નકકી કર્યું હતું. શિક્ષકોના પગારમાંથી એક દિવસનો પગાર કાપતા ૭૦,૫૬,૪૨૦ની રકમનો ચેક કલેકટરને આપવામાં આવ્યો છે. તાલુકા પ્રમાણે જોઇએ તો છોટાઉદેપુર જિલ્લાના ૧૦૦૨ શિક્ષકોનો ૧ દિવસનો પગાર રૂા. ૧૩,૫૨,૭૯૮, સંખેડા તાલુકાના ૫૨૦ શિક્ષકોનો ૧ દિવસનો પગાર રૂા. ૭,૭૨,૮૨૦, બૉડેલી તાલુકાના ૭૯૪ શિક્ષકોનો ૧ દિવસનો પગાર રૂા. ૧૩,૦૮,૭૦૦, નસવાડી તાલુકાના ૭૪૫ શિક્ષકોનો ૧ દિવસનો પગાર રૂા. ૧૦,૨૧,૩૧૭, કવાંટ તાલુકાના ૯૧૩ શિક્ષકોનો એક દિવસનો પગાર રૂા. ૧૧,૮૮,૦૮૯, જેતપુરપાવી તાલુકાના ૮૦૨ શિક્ષકોનો ૧ દિવસનો પગાર રૂા.૧૨,૫૩,૦૨૧, પાંચ બી.આર.સીનો એક દિવસનો પગાર રૂા. ૬૬,૮૫,૮૮ સી.આર.સીનો એક દિવસનો પગાર રૂા. ૧,૧૬,૪૫૧, સર્વ શિક્ષા અભિયાન તાલુકા સ્ટાફનો ૩૫ કર્મચારીઓનો એક દિવસનો પગાર રૂા. ૨૦,૯૩૪ અને સર્વ શિક્ષા અભિયાન જિલ્લા સ્ટાફના ૧૭ કર્મચારીઓનો એક દિવસનો પગાર રૂા. ૧૫,૬૦૫ મળી કુલ ૪૮૬૯ શિક્ષકો અને કર્મચારીઓએ રૂા. ૭૦,૫૬,૪૨૦નું માતબર દાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું હતું.તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, રાજય શિક્ષક સંઘે કોરોના વાઇરસની મહામારીમાં સહાયરૂપ થવા શિક્ષકોને આહ્વાન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રીઓ અને પ્રતિનિધિઓ અને તમામ શિક્ષકો અને કર્મચારીઓએ મદદરૂપ થઈને ૭૦.૫૬ લાખ મુખ્યમંત્રી રાહતફંડમાં આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

Advertisement

Share

Related posts

अमेज़ॅन प्राइम ओरिजिनल की श्रृंखला “कॉमिकस्टान” ने रिलीज के पहले सप्ताह में मचाई धूम!

ProudOfGujarat

બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ મૈસુરીયા સમાજ જોગ.

ProudOfGujarat

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021 થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!