Proud of Gujarat
FeaturedGujaratINDIA

માટીના કોડિયાનો ગૃહઉદ્યોગ મૃત: પ્રાયના આરે : ચાઈનીઝ કોડિયા, લાઈટોના આગમનનાં કારણે દેશી કોડિયાના ધંધા પર માઠી અસર.

Share

છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી દરમિયાન ચાઇનિઝ કોડિયા, લાઇટોના આગમનના કારણે માટીના હાથ બનાવટના દેશી કોડિયા બનાવવા અને વેચવાનો ગૃહઉદ્યોગ મૃત: પ્રાય સ્થિતિએ પહોંચી ગયો છે. બહાદરપુરમાં પ્રજાપતિ સમાજના કારીગરો જે અગાઉ મોટી સંખ્યામાં કોડીયા બનાવી વેચતા હતા હવે દિવસભર રસ્તા ઉપર બેસીને વેચે છે તો પણ માંડ માંડ વેચાય છે. વડાપ્રધાનનો લોકલ ફોર વોકલ મંત્ર ચરિતાર્થ થાય તો જ ચાઇનીઝ વસ્તુઓ સામે આપણી વસ્તુઓ ટકી શકશે.

સંખેડા તાલુકાના બહાદરપુર ગામે આખો જ કુંભારવાડો આવેલો છે. ભવ્ય ભૂતકાળ ધરાવતો આ કુંભારવાડો છે. વર્ષોથી અહિંયા વસતા પરિવારો માટીની વિવિધ ચીજવસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરી આજીવીકા કમાતા હતા. દિવાળીના આગમન પહેલાં તો દરેક પરિવારો ખુબ જ મોટી સંખ્યામાં કોડિયા બનાવી તેનું વેચાણ કરતા હતા. બહારથી વેપારીઓ પણ કોડીયા ખરીદી જતા પણ છેલ્લા કેટલાક વરસોથી ચાઇનિઝ વસ્તુઓનું ચલણ વધ્યું છે એમાં પણ દિવાળી પહેલા ચાઇનિઝ લાઇટો અને કોડિયા બજારમાં વેચાણ અર્થે આવી જાય છે. તેની સામેની હરીફાઇમાં હાથ બનાવટથી બનતા દેશી કોડિયા હાંફવા લાગ્યા છે તેના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે કોડિયા બનાવતા કારીગરોની હાલત પણ કફોડી બની રહી છે. રસ્તા ઉપર કોડિયા વેચવા બેસવા છતા આખા દિવસમાં માંડ માંડ આંગળીના વેઢે ગણાય એટલા જ કોડિયા વેચાય છે.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

અંકલેશ્વર: નેશનલ હાઇવે ઉપર આર.ટી.ઓ અધિકારીઓએ ટ્રક ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ…

ProudOfGujarat

ભરૂચ ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અડાજણ પોલીસ મથક સુરત ખાતે સૃષ્ટિ વિરુધનું કૃત્ય અંગેનું ગુનો નોંધાયો: વાંચો કેમ અને કેવી રીતે ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!