Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરાઈ

Share

દર વર્ષે 23 મી એપ્રિલનો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વાંચનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. યુવા વાચકોને પુસ્તક વાંચન માટે પ્રોત્સાહિત કરીને વાંચન સંસ્કૃતિ કેળવવાનો અદાણી ઉત્થાન પ્રોજેક્ટનો અનેક પૈકી એક ઉદ્દેશ છે.

આ વર્ષે પુસ્તક દિવસ ૨૩ એપ્રિલે રવિવાર હોવા છતાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની લખીગામ, લુવારા, અંબેઠા, દહેજ, સુવા, રહીયાદ, અટાલી, વેંગણી, કલાદરાની દસ પ્રાથમિક શાળામાં પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ૨૪૬૫ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકોનું વાંચન કર્યું હતું. પુસ્તકના વિવિધરંગી ટેગ બનાવ્યા હતા. શિક્ષકોએ દરેક વિદ્યાર્થીને આવનારા વર્ષમાં 25 થી 50 પુસ્તકો વાંચવાના શપથ લેવડાવ્યા હતા.

વિદ્યાર્થીઓએ લેવામાં આવેલી શપથ પણ રસપ્રદ હતી જેમાં વાંચન અને પુસ્તકનો મહિમા હતો. દરેક વિદ્યાર્થી અભ્યાસ સિવાયના પુસ્તકોનું વાંચન કરે એ માટે પ્રોત્સાહક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ અલગ અલગ પુસ્તકના કવર પેજને ડિઝાઇન કરીને સજાવ્યા હતા. અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માં દસ સરકારી શાળાઓમાં ૨૦૦૦ જેટલા અલગ અલગ પુસ્તકનું વિતરણ કર્યું છે. કલાદરા અને કોળીયાદની શાળામાં લાઈબ્રેરી કોર્નર વિકસાવવા કબાટનો સહયોગ કરવામા આવ્યો હતો.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના અડાવદ ના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો આરોપીને પેરોલ ફ્લો સ્કોડે ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો…

ProudOfGujarat

નડિયાદમાં પ્રેમ સંબંધનો દાઝ રાખી પરીણિતાના પતિ સહિત ચાર લોકોએ યુવકને માર મારતા ફરિયાદ

ProudOfGujarat

ઝઘડિયાના ગુંડેચા નજીક પીકઅપ ગાડી અને કાર વચ્ચેના અકસ્માતમાં ક‍ાર ચાલકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!